બેંકોના ખાનગીકરણના ભયંકર અસર કેવી હશે

જો ભારતમાં તમામ બેંકો ખાનગી બની જાય તો શું? બેંકોનું ખાનગીકરણ યોગ્ય છે કે નહી? જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને ન્યાયી ઠેરવી શકાતી નથી.

બેંકોના ખાનગીકરણના ભયંકર અસર કેવી હશે
બેંકોના ખાનગીકરણના ભયંકર અસર કેવી હશે

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. બેંકિંગ સુધારાઓ હેઠળ, કેન્દ્ર સરકારે માત્ર ત્રણ વર્ષમાં 27 જાહેર ક્ષેત્રની બેંકોને 12 બેંકોમાં મર્જ કરી છે.

તમામ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવું જોઈએ, માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સરકારી હાથમાં રાખવું જોઈએ. 1969માં પ્રથમ વખત 14 ખાનગી બેંકો અને 1980માં વધુ છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. 50 વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

અર્થતંત્રને માઠા પરિણામો ભોગવવા પડશે.

માર્ચ 2021 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોની 33% શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં હતી. ખાનગી બેંકો 21% હતી. અર્ધ શહેરી વિસ્તારોમાં, ખાનગી બેંકો 32% શાખાઓ હતી. શહેરી વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકો 19% હતી. શહેરોમાં ખાનગી બેંકો 21% છે.

મેટ્રો સિટીમાં, ખાનગી બેંકોનો 26.5%ના હિસ્સો છે. એટીએમની સંખ્યામાં સરકારી બેંકો ગ્રામીણ વિસ્તારોમાં આગળ છે. 45 કરોડ જન ધન યોજના ખાતામાંથી 78% જાહેર ક્ષેત્રની બેંકોમાં છે. 60% ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં છે.

હમણાં શૂન્ય બેલેન્સ સાથે 46 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. ગરીબો, સામાન્ય લોકો બેંક સુધી પહોંચ્યા છે. થાપણો અને ધિરાણમાં ખાનગી બેંકોનો હિસ્સો 37 ટકા છે, ત્યારે ખાનગી બેંકો દ્વારા માત્ર 10 ટકા જ જનધન ખાતા ખોલવામાં આવ્યા હતા.

6 કરોડ મહિલાઓને આજીવિકા લોન જાહેર ક્ષેત્રની બેંકો અને તે બેંકો દ્વારા પ્રાયોજિત પ્રાદેશિક ગ્રામીણ બેંકો દ્વારા 90 ટકા લોન પણ આપવામાં આવી હતી.

નાના ઉદ્યોગો અને વેપારીઓને લોન આપવાનું કામ પણ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કરવામાં આવે છે.

તેથી જાહેર ક્ષેત્રની બેંકો કરતા ખાનગી ક્ષેત્રની બેંકોના ફાયદા નાના લોકોને થતાં નથી. ખાનગી બેંકો વધુ નફો કમાઈ રહી છે. જાહેર ક્ષેત્રની બેંકો વધું વ્યાજ અને નફાને મહત્વ આપતી નથી. સમાજને મહત્વ આપે છે.

જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવા સામે મૂળભૂત વાંધાઓ છે. દેશની સરકાર આ વાંધાઓની અવગણના કરે છે. અવગણના કરવી દેશને પોસાય તેમ નથી . દેવાની વહેંચણીની પેટર્ન બદલાશે. ખેતીથી લઈને મોટા વ્યવસાયમાં મોટા ફેરફારો આવશે. કૃષિની નફાકારકતા, ખાદ્ય સુરક્ષા અને રોજગાર માટે વિનાશક પરિણામો આવી શકશે.

સંસ્થાઓ ઓછા વ્યાજ દરે લોન આપતી હતી. વ્યાજની રકમ ફુગાવાના દર કરતાં. ઓછી રહી છે.

ઉદારીકરણના આગમન સાથે, સમગ્ર વ્યવસ્થા બદલાઈ ગઈ છે.

જનતા દ્વારા કરવામાં આવેલી થાપણોમાંથી સંસાધનો બેંકોમાં આવે છે. બેંકમાંથી થાપણના નાણાં ઉપાડવા મુશ્કેલ બનશે. અફવા ફેલાશે તો ખાતેદારોમાં નાસભાગ મચી જશએ. બેંક બેસી જશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સહકારી બેંકોની આવી જ હાલત થઈ છે.

સરકારની મદદના કારણે એકપણ સરકારી બેંક ડૂબી ન હતી. પરંતુ આ દરમિયાન સરકારી બેંકો અને સરકારના હસ્તક્ષેપથી ઘણી ખાનગી બેંકોને ડૂબતી બચાવી લેવામાં આવી હતી. બેંકોના રાષ્ટ્રીયકરણ પહેલા ઘણી ખાનગી બેંકો ડૂબી ગઈ હતી. જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

થાપણદારોના પૈસા અચાનક ઉપાડવાથી બેંકને જે જોખમ ઊભું થાય છે તે નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

જાહેર ક્ષેત્રની બેંકો જ્વાળામુખીના મુખ પર છે. જાહેર ક્ષેત્રની બેંકો તરફથી લોન માત્ર લાંબા ગાળાની સંપત્તિ માટે જ આપવામાં આવી નથી, તેમની મોટાભાગની લોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ તેમના ફળદાયી તબક્કા સુધી પહોંચવામાં લાંબો સમય લે છે.

આવા પ્રોજેક્ટ્સ માટે મૂળ યોજનાથી ખર્ચ અને પૂર્ણતાના સમયગાળાને વટાવવું સામાન્ય છે, અને આ પ્રોજેક્ટ્સ, જો તેઓ નફો ઉત્પન્ન કરે તો પણ, લાંબા ગાળાના હોય છે.

આરબીઆઈ ખાનગી બેંકોને રાષ્ટ્રીય ઉદ્દેશ્યો સાથે જોડવાનું કરે છે. દેશના વિકાસ માટે જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કરવામાં આવતી કામગીરી, ખાનગી ક્ષેત્રની બેંકો નથી કરતી.

2004થી 2014ના દાયકામાં યુપીએ શાસન દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોનના નામે અનેક મોટી લોન આપવામાં આવી હતી. ઘણા દેવામાં ડૂબી ગયા.

2014થી 2022 સુધીમાં મોદી રાજમાં 10 લાખ કરોડની એનપીએ લઈ જવામાં આવી છે. તેમના સમયમાં ઉદ્યોગપતિઓ વિદેશ ભાગી ગયા હતા. અદાણીએ પોતાની લોનો લઈને પ્રગતિ કરી છે. જે ખાનગી બેંકો વધારે છે.

નિયમોમાં ફેરફાર કરી નવો નાદારી કાયદો ઘડવામાં આવ્યો હતો. તેથી જાહેર ક્ષેત્રની બેંકોના પૈસા સલવાઈ ગયા હતા.

જાહેર ક્ષેત્રની બેંકોના સામાજિક બેંકિંગ અને નાણાકીય રીતે ખાનગીકરણ નુકસાનકારક બની શકે છે. ખાનગીકરણ એ વર્તમાન બેંકિંગ સમસ્યાઓનો ઉકેલ નથી. કાર્યક્ષમતા તેની માલિકી પર આધારિત નથી. સંચાલન પર આધારિત છે.

બેંકોના રાષ્ટ્રીયકરણ પછી, સામાન્ય લોકોનો નાણાકીય સંસ્થાઓમાં વિશ્વાસ વધ્યો હતો. બચતમાં નોંધપાત્ર વધારો થયો હતો.

જાહેર ક્ષેત્રના જીવન વીમા નિગમ ઓફ ઈન્ડિયાએ પણ ઘરેલું બચતને પ્રોત્સાહન આપ્યું. આ બધાને કારણે દેશના વિકાસ માટે જરૂરી નાણાકીય સંસાધનો એકત્ર કરી શકાય હતા.

લક્ષ્મી વિલાસ નામની ખાનગી બેંક સિંગાપોરની એક બેંકને સોંપવી પડી હતી. ખાનગીકરણને કારણે જો દેશનું નાણાકીય ક્ષેત્ર વિદેશી આધિપત્ય હેઠળ જશે.