જે પી નડ્ડાએ ગુજરાતમાં જે કહ્યું તેમાં ખોટું શું બોલ્યા છે? વાંચો ....

સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા 19 સપ્ટેમ્બર 2022માં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત જે.પી. નડ્ડાએ કરી છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની મોડી શરૂઆત કરી છે. નડ્ડા, પાટીલ અને પટેલે જે મુદ્દાઓ પોતાના ભાષણમાં રજૂ કર્યા તે બીજું કંઈ ન હતું પણ ભાજપને જે વાતનો ડર સતાવી રહ્યો છે તે જ મુદ્દાઓ છે. અનેક બાબતો એવી છે કે જે પ્રજાને ગેરમાર્ગે દોરનારી છે.

જે પી નડ્ડાએ ગુજરાતમાં જે કહ્યું તેમાં ખોટું શું બોલ્યા છે? વાંચો ....

દિલીપ પટેલ

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2022

ગુજરાતમાં વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપને જીતવા માટે સૌથી નબળો પ્રદેશ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા 19 સપ્ટેમ્બર 2022માં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત જે.પી. નડ્ડાએ કરી છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની મોડી શરૂઆત કરી છે.  તેમની જન પ્રતિનિધિ સભામાં જે વાતો કરી તેની સમિક્ષા અહીં આપી છે. તેમણે કરેલા દાવા અને કરેલી ટીકાની વાસ્તવિકતા ગુજરાતમાં શું છે, તે અહીં આપવામાં આવ્યું છે.

નડ્ડા, પાટીલ અને પટેલે જે મુદ્દાઓ પોતાના ભાષણમાં રજૂ કર્યા તે બીજું કંઈ ન હતું પણ ભાજપને જે વાતનો ડર સતાવી રહ્યો છે તે જ મુદ્દાઓ છે. અનેક બાબતો એવી છે કે જે પ્રજાને ગેરમાર્ગે દોરનારી છે.

જે.પી.નડ્ડા :- કોરોનામાં અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ ઘરે બેસી ગયા હતા.

વાસ્તવિકતા :- સુરતમાં ચંદ્રકાંત પાટીલે આમ આદમી પક્ષ અને ઉદ્યોગપતિઓના કોરોના માટેની સારવાર માટેના કેમ્પ દાદાગીરીથી બંધ કરાવી દીધા હતા.

જે.પી.નડ્ડા :- ભાજપના કાર્યકરોએ સેવા હી સંગઠનના માધ્યમથી કોરોનામાં જનતાની સેવા કરી.

વાસ્તવિકતા :- સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખે કાયદાનો ભંગ કરીને ભાજપની કચેરીએ 5 હજાર રમડિસેવીર ઈન્જેક્શનો મંગાવ્યા હતા. આખું ગુજરાત કોરોનાની સારવાર માટે આવા ઈન્જેક્શનો શોધી રહ્યું હતું, કાળા બજાર થતાં હતા.

જે.પી.નડ્ડા:- ભાજપના કાર્યકરોના રેડેલા પરસેવાથી  દેશના દરેક નકશામાં કમળ છે.

વાસ્તવિકતા - ગુજરાતમાં કોંગ્રેસના 16 ધારાસભ્યોને ભાજપમાં આયાત કરેલા છે. રોજ નવા કાર્યકરોનું પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવી રહ્યા છે. ભલે પછી તે ગુંડા કેમ ન હોય.

જે.પી.નડ્ડા:- વૈચારીક દ્રષ્ટીએ કાર્ય કરવાવાળી એક માત્ર રાજકીય પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે

વાસ્તવિકતા :- ભાજપની વિચારધારા અને બંધારણ સમાજવાદી વિચારધારા છે. જેને નરેન્દ્ર મોદી અને દેશના સમગ્ર ભાજપે કોરાણે મૂકીને મૂડીવાદી વિચારધારા અપનાવી છે. બીજા પક્ષોના કાર્યકરોને ભાજપમાં લાવીને 50 ટકા બીજા પક્ષોના કાર્યકરો ગુજરાત ભાજપમાં થયા છે. પક્ષાંતરની વિચારધારા કઈ વિચારધારા છે.

જે.પી.નડ્ડા:- કોંગ્રેસ પાર્ટી ન તો ઇન્ડિયન છે ન તો નેશનલ છે કોંગ્રેસ તો ભાઇ બહેનોની પાર્ટી છે

વાસ્તવિકતા :- કોંગ્રેસે જ દેશને આઝાદી અપાવી હતી. તે જ ખરા અર્થમાં રાષ્ટ્રિય પક્ષ રહ્યો હતો. ભાજપમાં અનેક નેતાઓ પોતાના સંતાનો અને સંબંધીઓને સત્તા અપાવી છે. ભાઈ ભત્રિજાવાદ ભાજપમાં મોટા પ્રમાણમાં છે. ગુજરાતમાં અનેક નેતાઓના સંતાનો અને પતિ - પત્નિ ભાજપમાં સંયુક્ત સત્તા ધરાવે છે.

જે.પી.નડ્ડા:- કોંગ્રસ ભારત જોડો નહી પાર્ટી જોડો યાત્રા કરે.

વાસ્તવિકતા :- ગુજરાત ભાજપે કોંગ્રેસમાંથી હજારો કાર્યકરો આયાત કર્યા છે. ખરેખર તો ભાજપ જોડો યાત્રા ગુજરાતમાં થઈ રહી છે. ભપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં 8 પ્રધાનો તો કોંગ્રેસથી આયાત કરેલા છે.

જે.પી.નડ્ડા:- ભાજપના કાર્યકર રાજનીતિ નથી કરતો પરંતુ જનતાની સેવા કરે છે.

વાસ્તવિકતા :- ભાજપના નેતાઓ તો રાજનીતિ જ કરે છે. સરકાર અને પક્ષના તમામ નિર્ણયો મત મેળવવા માટે જ લેવાયા છે. છેલ્લા 1 મહિનામાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જે નિર્ણયો લીધા છે તેમાં 90 ટકા શહેરોને લગતાં છે. ગ્રામ્ય પ્રજા માટેના નિર્ણયો તો માત્ર 10 ટકા જાહેર કર્યા છે. કારણ કે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય પ્રજાએ ભાજપને બહું ઓછા મત આપ્યા હતા. તેથી 2022ની ચૂંટણી જીતવા માટે શહેરોના નિર્ણયો વધારે લેવાયા છે.

જે.પી.નડ્ડા:- કોરોનામાં ભાજપના કાર્યકરોએ “સેવા હી સંગઠન”ના માધ્યમથી જનતાની સેવા કરી હતી.

વાસ્તવિકતા :- ગુજરાતમાં એવું નથી. ગુજરાતમાં કોરોનાથી મોત થયા હોય એવો સત્તાવાર આંક 21 હજાર છે. જ્યારે ગુજરાતની વડી અદાલતના આદેશથી કોરોનામાં મોત થયા હોય એવા 1 લાખ 10 હજાર લોકોને સહાય આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને કોંગ્રેસ કહે છે કે ગુજરાતમાં કોરોનાના કારણે 3 લાખ લોકોના મોત થયા હતા. તેમાં સરકાર પાસે ઓક્સીઝન ન હોવાથી મોત વધ્યા હતા. ગુજરાતનો ઓક્સીઝન બહાર મોકલી દેવાયો હતો. સેવા જ સંગઠન નથી.

જે.પી.નડ્ડા:- નરેન્દ્રભાઇ મોદી સાહેબ કોરોનાની બે રસી આપી.

વાસ્તવિકતા :- રસીની શોધ ખાનગી કંપનીએ કરી છે. જેનું ઉત્પાદન પણ ખાનગી કંપનીઓએ કરેલું છે. ભારત સરકારે તેના કારખાનામાંથી અબજો રૂપિયાની રસી ખરીદ કરી છે. જે રીતે અનાજ ખરીદ કરીને લોકોને આપવામાં આવે છે તેમ.

જે.પી.નડ્ડા:- કોરોનામાં અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ તેમના ઘરે બેસી ગયા હતા.

વાસ્તવિકતા :- ગુજરાતમાં ભાજપના નેતાઓ ખાસ કરીને સી આર પાટીલે બીજા રાજકિય પક્ષોના કોરોના સારવાર કેમ્પ બંધ કરાવી દીધા હતા. તેમને ભાજપે ઘરે બેસાડી દીધા હતા. ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે અન્ય પક્ષના નેતાઓ લોકોની વચ્ચે હતા. ભાજપના નેતાઓ નહીં.

જે.પી.નડ્ડા:- તમામ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ દર્શાવ્યો છે.

વાસ્તવિકતા :- ભાજપ 1998થી ગુજરાતમાં છે. તે પહેલા અન્ય પક્ષોની સરકારો હતી. તેમાંએ હાલનો ભાજપ તો એવું માને છે કે, ગુજરાતમાં ભાજપની સરકારે તો 2001 પછી આવી છે. કોમી તોપાનોમાં ગુજરાતને આખા વિસ્વમાં બદનામ કરીને સત્તા પર આવી છે. ઈવીએમથી નહીં, પણ બેલેટથી ચૂંટણી કરાવો તો સાચો ખ્યાલ આવે ચે ગુજરાતની જનતા કોને મત આપી રહી છે.

જે.પી.નડ્ડા:- ઇન્ફાસ્ટ્રકચર, પર્યાવરણ  પર ધ્યાન આપવાની જરૂર છે.

વાસ્તવિકતા :- ગુજરાતમાં ઉદ્યોગો માટે માળખાકિય સુવિધા વધારી છે. પણ ગ્રામ્ય અર્થતંત્ર માટે ઈન્ફ્રાસ્ટક્ચર ઓછું તૈયાર કરાયું છે. બંદરો અને હવાઈ મથકો અને માર્ગો તો ખાનગી કંપનીઓને આપી દીધા છે. ગુજરાતમાં તો બે સ્થળે રેલવે પણ ખાનગી લોકોને આપી છે. પર્યાવણ માટે ધ્યાન આપવું હોય તો અદાણી અને ઉદ્યોને જંગલોની જમીનો આપી છે તે પરત લઈ લેવી જોઈએ.

https://fb.watch/fGBckwUBZT/

 https://fb.watch/fGBh6koaXJ/

 https://fb.watch/fGBhy4NeLP/

https://fb.watch/fGBi0K9Z6S/

https://fb.watch/fGBio_bnnR/

https://fb.watch/fGBi_16sS0/

 https://fb.watch/fGBjgPXU2I/

https://fb.watch/fGBjPt0bLz/ 

જે.પી.નડ્ડા:- આપણે માત્ર રાજનીતિ નથી કરતા, પરંતુ દેશની કાયાપલટ કરવા આવ્યા છીએ.

વાસ્તવિકતા :- દેશની કાયાપલટ કરી હોય તો ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 50 હજાર લોકો કેમ વિદેશ જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓને કેમ વિદેશ ભણવા માટે જવું પડે છે. રાજનીતિ વધું છે પણ દેશની કાયાપલટ ઓછી છે. અદાણીનું અપહરણ કરનારા દાઉદને પરત લઈ આવો તો દેશની કાયાપલટ સાચી કહેવાશે. ગુજરાતમાં અર્ધબેકારી અને ઓછા પગારથી નોકરી કરનારો 80 ટકા વર્ગ છે. તેમને સારો પગાર મળે એવા કાયદાઓ હતા તે પણ દૂર કરી દીધા છે. કાયાપલટ ઉદ્યોગોની થઈ છે. ગુજરાતના 126 ઉદ્યોગપતિઓની કાયાપલટ થઈ છે.

જે.પી.નડ્ડા:- ડિજીટલાઇજેશના માધ્યમથી કાગળના કાર્યોને ઘટાડવાના છે અને ફોર્મ અને એપ્લિકેશનને ડિજિટલાઇજેશ કરવાનું છે.

વાસ્તવિકતા :- ગુજરાતમાં તેની વાતો થઈ છે પણ કાગળો પર જ વહિવટ ચાલે છે.

જે.પી.નડ્ડા:- આપણે પ્રો-એકટીવ, પ્રો રિસ્પોન્સીબલ અને ટ્રાન્સપરન્ટ રહેવાનું છે.

વાસ્તવિકતા :- આ ત્રણયે સિધ્ધાંતોમાંથી ગુજરાતમાં ભાજપ ખરુ ઉતરે તેમ નથી. લોકોની વચ્ચે જનપ્રતિનિધિઓ જતા નથી. તેઓ જવાબદારી લેતા નથી. સરકાર પ્રજાના કામો કરતી નથી. વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વહિવટ અને ભાજપની નીતિઓ અત્યંત ગુપ્તતા ધરાવે છે. ખુલ્લા મને ચર્ચા કરનારાઓને દંડ કરાય છે. જેમાં ધકેલી દેવાય છે. સરકાર સામે કોઈ બોલી શકતું નથી. આર એસ એસની તમામ બેઠકોને પહેલા ટ્રાન્સપરન્ટ કરો, પછી જ આ ત્રણ સિદ્ધાંત સાચા ઠરશે. ગાંધી આશ્રમને તોડી નવો બનાવવા માટે જે નીતિ અપનાવી છે તે જાહેર કરાઈ નથી. જો ગાંધીજીના કર્મસ્થાન સાથે સરકાર આ રીતે વર્તતી હોય તો સામાન્ય પ્રજાની સાથે ક્રુર વર્તાવ થાય તે ભાજપ માટે સ્વાભાવિક છે.

જે.પી.નડ્ડા:- ગુજરાત ભાજપે સંગઠનના નિમયને આઘિન દિશા આપી છે, એટલે જ ગુજરાત મોડલ કહેવાય છે.

વાસ્તવિકતા :- ગુજરાતમાં સંગઠનમાં મહિલાઓના જાતિય શોષણના અનેક બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. કચ્છ, સુરત, ભાવનગર, અમદાવાદ, વદોડરા, ગાંધીનગરમાં ભાજપની જ મહિલા કાર્યકરો સાથે શારિક શોષણની ઘટનાઓ બની છે.

જે.પી.નડ્ડા:- ગુજરાતમાં પ્રદેશ સી.આર.પાટીલે પેજ સમિતિ લાવ્યા, તે દેશમાં આવી.

વાસ્તવિકતા :- મતદાર યાદીની ફોટો કોપીને પેજ સમિતિ બનાવી દેવાની ઘટનાઓ બહાર આવી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ

ચંદ્રકાંત પાટીલ:- વરસાદમાં બિલાડીની ટોપની જેમ નિકળતી રાજકીય પાર્ટીઓને ગુજરાતમાં સ્થાન મળ્યું નથી.  

વાસ્તવિકતા :- ભાજપે બે વખત ગુજરાતમાં મિશ્ર સરકાર બનાવી હતી તે કોંગ્રેસ સિવાયની સરકારો હતી. ભાજપનું મૂળ ગોત્ર તો કોંગ્રેસ જ છે. બન્ને મિશ્ર સરકારોમાં ભાજપના નેતા કેશુભાઈ પટેલ પ્રધાન હતા.

 ભાજપે જ જનતાદળ સાથે ચીમનભાઈની સાથે મળીને 1991માં પહેલી સરકાર બનાવી હતી.

 

ચંદ્રકાંત પાટીલ:- નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા આખો દેશ વિકાસ કરી રહ્યો છે.

વાસ્તવિકતા :- ગરીબી વધી છે. નીચલો મધ્યમ વર્ગ ગરીબ બન્યો છે. દેશના 5 ટકા લોકો એવા છે કે તે તિવ્ર ગરીબીમાં જીવે છે. જેમને ક્યારેક ખાવાનું પણ મળતું નથી.

ચંદ્રકાંત પાટીલ:- કેટલાક રાજકીય પાર્ટીના લોકો નોકરી આપવાની વાતો કરે છે, હાલ બહારના લોકો નોકરી કરવા આવે છે.

વાસ્તવિકતા - ગુજરાત બહાર 1 કરોડ ગુજરાતીઓ રહે છે. 33 રાજ્યોમાં ગુજરાતના લોકો રહે છે. વિદેશમાં 55 લાખ ગુજરાતીઓ છે. મુંબઈમાં 22 લાખ ગુજરાતી વસતી છે.

ચંદ્રકાંત પાટીલ:- આખા દેશમાં ગુજરાત પ્રત્યે લોકોની અલગ લાગણી છે.

વાસ્તવિકતા - નરેન્દ્ર મોદી અને અમિત શાહને લોકો હવે બહું ભાવ આપતા નથી.

ચંદ્રકાંત પાટીલ:- કેટલીક રાજકીય પાર્ટી ગુજરાતની શાંતીને ડોહળવાનો પ્રયત્ન કરે છે.

વાસ્તવિકતા :- 2002માં ગુજરાતમાં કોમી તોફાનો થયા હતા. ત્યાર પછી અનેક વખત રાયટ થયા હોવાનું સરકારે ગુજરાત વિધાનસભામાં કબુલ કર્યું છે. થોડા દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય અને અમિત શાહના ખાસ વ્યક્તિએ રેલી કાઢીને કોમી ઉશ્કેરાટ ફેલાવ્યો હતો. શાંત કોણ ડહોળી રહ્યું છે. હમણા જ 7 સ્થળોએ કોમી તનાવ ઊભો થયો હતો.

ચંદ્રકાંત પાટીલ:- રાજકીય પાર્ટીઓને ચેલેન્જ છે કે ચૂંટણીમાં તમે ખાતુ તો ખોલાવી જુઓ.

વાસ્તવિકતા :- આ વાત આમ આદમી પક્ષને ધ્યાને લઈને કહેવામાં આવી છે. પણ પાટીલના સુરતમાં અને ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગરમાં, અમરેલી અને ખેડામાં આમ આદમી પક્ષના જનપ્રતિનિધિઓ ચૂંટાયા છે.

ચંદ્રકાંત પાટીલ:- ગુજરાતની જનતાને મફતમાં રેવડી ખાવાની આદત નથી.

વાસ્તવિકતા :- ગુજરાતની ભાજપની પહેલી સરકારે 300 યુનિટ વિજળી માફ કરી હતી. હાલ 126 સરકારી યોજનાઓ એવી છે કે જે કાંતો મફત છે, અથવા તો રાહત દરે ચાલે છે. સબસિડિથી ચાલે છે. ખેડૂતોને વિજળી સાવ મફત અપાય છે. કોરોના સહિતની 22 માનવ રસી સાવ મફતમાં અપાય છે. પશુ માટેની 12 રસી સરકાર મફત આપે છે.

ચંદ્રકાંત પાટીલ:- ગુજરાતની જનતાની માનસિકતાને નબળી કરવાનો પ્રયત્ન ન કરે.  

વાસ્તવિકતા :- ગુજરાતની પ્રજાને સોશિયલ મિડિયા દ્વારા માનસિક રીતે નબળી પાડી દેવામાં ભાડુતી એવા કોલસેન્ટરોનો રોલ છે. આવા ભૂતિયા સેન્ટરોથી લોકોને માનસિક રીતે ચોક્કસ લોકોએ ગુલામ બનાવી દીધા છે. હવે આ ગુલામીમાંથી બહાર કાઢવા માટે નવા રાજકીય પક્ષો આવે તે જરૂરી છે.

ચંદ્રકાંત પાટીલ:-  ભારતીય જનતા પાર્ટીના આશરે 82 લાખ જેટલા પેજ કમિટિના સભ્ય બન્યા છે.

વાસ્તવિકતા :- 60 હજાર બુથ છે. ભાજપ પાસે એક કરોડ સભ્યો ગુજરાતમાં છે. તો પછી 82 લાખ પેજ સમિતિના સભ્યો કઈ રીતે હોઈ શકે તે મોટો સવાલ છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ

ભુપેન્દ્ર પટેલ:-   ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

વાસ્તવિકતા :- ગ્રોથ એન્જીન હોય તો ગરીબી કેમ છે.

ભુપેન્દ્ર પટેલ:-  દરેક ક્ષેત્રે ગુજરાતમાં વિકાસની રાજનીતિ છે.

વાસ્તવિકતા :- દરેક ક્ષેત્રે વિકાસ કર્યો હોય તો 28 વર્ષે ગુજરાતમાં 33 ટકા લોકો ગરીબ કેમ છે.

ભુપેન્દ્ર પટેલ:-  ભારતીય જનતા પાર્ટીએ કયારેય ચૂંટણી લક્ષી કાર્ય કર્યુ નથી.

વાસ્તવિકતા :- દરેક કામ ચૂંટણી લક્ષી જ હોય છે. જો તેમ ન હોય તો ગુજરાતમાં ગરીબી કેમ છે.

ભુપેન્દ્ર પટેલ:-  ભાજપનો કાર્યકર પ્રજા વચ્ચે રહી સેવાકીય કાર્યો કરવા ટેવાયેલો છે.

વાસ્તવિકતા :- જો ભાજપના કાર્યકરો સેવા કરતાં હોત તો 28 વર્ષ અને મિશ્ર સરકાર સાથે 32 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તો પછી 20 લાખ કુટુંબો કેમ મકાન વગર ઝુંપડામાં કેમ રહે છે.

ભુપેન્દ્ર પટેલ:-  આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળે તે કામ કરો.

વાસ્તવિકતા :- ભાજપ જો સેવા કરવા માટે જ જન્મયો હોય તો પછી સરકાર બનાવવાની શું જરૂર છે. સેવા કરનારી અનેક સંસ્થાઓને તો ગુજરાતમાં બંધ કરાવી દેવામાં આવી છે.