ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકારનું આખરી વિધાનસભા સત્ર

ચૂંટણી અને આંદોલનોની ગરમી વચ્ચે વિધાનસભાના સત્રનો હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતાં તેમને ઉંચકીને બહાર ફેંકવામાં આવ્યા હતા. એવું લાગી રહ્યું છે કે, સોહામણા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ આખરી વિધાનસભા સત્ર હશે. ત્યાર પછી નવી સરકાર આવશે અને નવું અંદાજપત્ર રજૂ કરશે.

ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકારનું આખરી વિધાનસભા સત્ર
The last legislative session of Bhupendra Patel's government

રાજ્યપાલે ઢોર નિયંત્રણ ખરડો મંજૂરી વગર પરત મોકલ્યો હતો. જે સરકારે ગૃહમાં પાછો ખેંચે લીધો હતો. દૂધ ઉત્પાદકો દ્વારા અમૂલમાં દૂધ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો. અગાઉથી નક્કી હતું કે ચૂંટણી પહેલા ઢોર નિયંત્રણ ખરડો પરત ખેંચીને પશુપાલકોની સહાનૂભુતિ મેળવાશે. 

સાત ખરડા રજૂ કરાયા હતા. કોંગ્રેસ પક્ષ લઠ્ઠાકાંડ સહિતના મુદ્દે સરકારને ભીડવવા પ્રયાસ કર્યો હતો તો તેમને ઉંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાના સત્રમાં ભાજપને માટે પારાવાર મુશ્કેલી આવી રહી છે. જેને સંભાળવામાં મુખ્ય પ્રધાન નિષ્ફળ રહ્યાં છે. 

ગાંધીનગરમાં પણ રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો અને સમુદાય તરફથી 12 આંદોલનો ચાલી રહ્યાં છે. કોંગ્રેસે પ્રશ્નકાળ રદ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા ભારે દબાણ બાદ સરકારે ટૂંકી મુદતના પ્રશ્નો પુછવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. 

એસટી બાદ હવે નિવૃતિ સૈનિકોનું આંદોલન પણ ખત્મ થયું છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે આંદોલનોનો જે પ્રવાહ શરુ થયો છે તેમાં રાજ્યના એસટીના કર્મચારીઓના 25 વર્ષ જૂના પ્રશ્ર્નોનું રાતોરાત ‘નિરાકરણ’ આવી ગયું હતું. આ બે નિર્ણયો પછી ભાજપે મોટી મતબેંક કબજે કરી લીધી છે. 

એસટી નિગમના કર્મચારીઓએ પોતાની અચોક્કસ મુદત હડતાલ સહિતના આંદોલન પાછુ ખેંચી લેવાની જાહેરાત કરી છે. 

ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ એડમેન્ટ એક્ટમાં સુધારો, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક, લો કોલેજને નેશનલ યુનિવર્સિટી સાથે જોડવા, ગુજરાત જીએસટી સુધારા વિધેય 2022, ગુજરાત મ્યુનિસિપાલિટી સુધારા વિધેક 2022, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક 2022, વિધાનસભા ગૃહમાં રજૂ કરાયા છે. 

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની જાહેરાતો વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર કરવાના છે. ત્યારે એવું માનવામા આવે છે કે ભાજપની ભૂપેન્દ્ર સરકારનું આ આખરી સત્ર હતું. હવે નવી સરકાર આવશે.