અમદાવાદમાં અકસ્માતમાં માર્યા ગયેલા બે યુવકોના વારસદારોને લાખોનું વળતર ચૂકવવા MACTનો આદેશ

MACT ordered to pay lakhs of compensation in two youths killed in accident

અમદાવાદમાં અકસ્માતમાં માર્યા ગયેલા બે યુવકોના વારસદારોને લાખોનું વળતર ચૂકવવા MACTનો આદેશ
અમદાવાદમાં અકસ્માતમાં માર્યા ગયેલા બે યુવકોના વારસદારોને લાખોનું વળતર ચૂકવવા MACTનો આદેશ

MACT ordered to pay lakhs of compensation in two youths killed in accident

વર્ષ 2015માં ડમ્પરની ટક્કરથી મૃત્યુ પામેલાં બે આશાસ્પદ યુવકોના પરિવારજનોને લાખો રૂપિયા વળતર ચૂકવવા અમદાવાદ મિરઝાપુર સ્થિત મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલે (Motor Accident Claim Tribunal) વીમા કંપનીને આદેશ કર્યો છે. બંને મૃતકોના વારસદારોને રૂપિયા 62.46 લાખ વ્યાજ સાથેની રકમ વીમા કંપનીએ ચૂકવવાની રહેશે.

અમદાવાદના વૈષ્ણૌદેવી સર્કલથી ઓગણજ જવાના રોડ પર ટુ-વ્હીલર પર જઈ રહેલા બે યુવકોના ડમ્પરની ટક્કર વાગવાથી વર્ષ 2015ની 13 એપ્રિલના રોજ મોત થયા હતાં. નિકુંજ સુરેશભાઈ પ્રજાપતિ અને નિર્મય હેમંતભાઈ પંચાલ બંને મૃતક એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થી હતા. બંને આશાસ્પદ યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત થતા તેમના પરિવારે અમદાવાદ ખાતે મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં એડવોકેટ પ્રવિણ પી. પ્રજાપતિ (Advocate Pravin P Prajapati) દ્ધારા વળતર મેળવવા વળતર માટે દાવો કર્યો હતો. મોટર એક્સિડન્ટ કલેઈમ પીટીશન(MACP)માં વીમા કંપની પાસે પ્રત્યેક મૃતક પેટે 30-30 લાખ રૂપિયા વળતર પેટે માગવામાં આવ્યા હતાં. મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં વળતર પેટે કરવામાં આવેલો દાવો ચાલી જતાં જસ્ટ કમ્પેનસેશન (just compensation) હેઠળ વીમા કંપનીને વ્યાજ સાથે નુકસાની ચૂકવવા તાજેતરમાં હુકમ કર્યો છે.

મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલે નિકુંજ પ્રજાપતિના વારસદારોને રૂપિયા 31.45 લાખ અને નિર્મય પંચાલના વારસદારોને રૂપિયા 31.01 લાખ તેમજ બંને મૃતકના વારસદારોને વાર્ષિક 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.