એક મતદાર દીઠ ભાજપે કેટલો ચૂંટણી ખર્ચ કર્યો, બેનામી ખર્ચ તો અનેક ગણુ

વિધાનસભાની ચૂંટણીમાં પંચના હિસાબો કરતાં અનેક ગણું ખર્ચ થાય છે. ચૂંટણી પંચ અને અધિકારીઓ સારી રીતે જાણે છે કે વિધાનસભાના એક ઉમેદવાર રોજનો 100 રૂપિયાનો તો નાસ્તો કરાવે છે. ખરેખર તો 20 દિવસના ચૂંટણી ખર્ચમાં જો નાસ્તાનું ખર્ચ ગણવામાં આવે તો એક મતદાર દીઠ રૂ.4 હજારનો તો નાસ્તો થઈ જાય છે.

એક મતદાર દીઠ ભાજપે કેટલો ચૂંટણી ખર્ચ કર્યો, બેનામી ખર્ચ તો અનેક ગણુ
How muએક મતદાર દીઠ ભાજપે કેટલો ચૂંટણી ખર્ચ કર્યો, બેનામી ખર્ચ તો અનેક ગણુ ch did the BJP spend on election per voter, benami expenditure is many times more

 દેશના ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે,  2022માં યુપી, પંજાબ, ગોવા સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 344 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. ખર્ચની જવાબદારી ચૂંટણી પંચને સોંપવામાં આવી હતી. વિગતમાં આ માહિતી સામે આવી છે. આયોગે આ માહિતી સાર્વજનિક કરી છે.

5 રાજ્યોના 18.30 કરોડ મતદારો હતા. એક મતદાર દીઠ 20 રૂપિયા ખર્ચ થાય છે. 50 ટકા મતદાન થયું હોય તો એક મતદાર દીઠ 40 રૂપિાનું ખર્ચ થયું ગણાય. પણ ભાજપને જો 50 ટકા મત મળ્યા હોય તો એક મતદાર દીઠ 80 રૂપિયાનું ખર્ચ ગણી શકાય. 

પણ ચૂંટણી પંચ અને અધિકારીઓ સારી રીતે જાણે છે કે વિધાનસભાના એક ઉમેદવાર રોજનો 100 રૂપિયાનો તો નાસ્તો કરાવે છે. 

ખરેખર તો 20 દિવસના ચૂંટણી ખર્ચમાં જો નાસ્તાનું ખર્ચ ગણવામાં આવે તો એક મતદાર દીઠ રૂ.4 હજારનો તો નાસ્તો થઈ જાય છે. 

આમ ભારતની ચૂંટણી ખર્ચની વ્યવસ્થા પારદર્શી નથી. 

આ વખતે ગુજરાતનું કુસ ચૂંટણી ખર્ચ પક્ષો અને ઉમેદવારો મળીને 10 હજાર કરોડનું ખર્ચ કરવાની સંભાવના છે. જેમાં કાળા નાણાંનો ભરપુર ઉપયોગ મોટા પક્ષ કરશે. 

ભાજપે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 221 કરોડ રૂપિયા, મણિપુરમાં 23 કરોડ રૂપિયા, ઉત્તરાખંડમાં 43.67 કરોડ રૂપિયા, પંજાબમાં 36 કરોડ રૂપિયા અને ગોવામાં 19 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.

ભાજપની જેમ કોંગ્રેસે પણ વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. કોંગ્રેસે 2022માં 194.80 કરોડ રૂપિયા ખર્ચ્યા જે 2017ની સરખામણીમાં 80 ટકા વધુ છે. 

પાંચ વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 218.26 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. બીજી તરફ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 194.80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

પાંચ રાજ્યોમાં ભાજપે 344 કરોડ રૂપિયામાંથી સૌથી વધુ 221.32 કરોડ રૂપિયા યુપીમાં ખર્ચ્યા હતા.  2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 175.10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એટલે કે 2022ની ચૂંટણી દરમિયાન પાર્ટીનો ચૂંટણી ખર્ચ 2017ની સરખામણીમાં 26 ટકા વધુ હતો. 

ભાજપે 2022માં પંજાબમાં 36.70 કરોડ રૂપિયા જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 7.43 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. છતાં પાર્ટી 2017 માં ત્રણની સામે માત્ર બે બેઠકો જીતવામાં સફળ રહી. 

ગોવામાં, ભાજપે આ વર્ષે ચૂંટણીમાં રૂ. 19.07 કરોડનો ખર્ચ કર્યો, જે 2017ના રૂ. 4.37 કરોડના ખર્ચ કરતાં ચાર ગણો વધારે છે. 

મણિપુર અને ઉત્તરાખંડમાં પણ જંગી ખર્ચ કર્યો હતો. 

ભાજપે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વર્ચ્યુઅલ પ્રચાર માટે લગભગ 12 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એપ્સ અને અન્ય માધ્યમો દ્વારા વર્ચ્યુઅલ ઝુંબેશ પર 15.67 કરોડ રૂપિયા ખર્ચવાની માહિતી આપી છે.

ભાજપ અને કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષો તરીકે ઓળખાય છે.

પાંચ રાજ્યોમાં ભાજપના કુલ ચૂંટણી ખર્ચમાંથી મોટો હિસ્સો તેના નેતાઓના પ્રવાસ, જાહેર સભાઓ, સરઘસો અને ચૂંટણી પ્રચાર પર ખર્ચવામાં આવ્યો હતો. 

વિધાનસભા ચૂંટણીમાં ખર્ચની મર્યાદા 28 લાખને બદલે 40 લાખ રૂપિયા છે.  નાના રાજ્યોમાં ઉમેદવારો હવે રૂ. 20 લાખને બદલે વધુમાં વધુ રૂ. 28 લાખનો ખર્ચ કરી શકે છે.