પૂર્વ મુખ્ય પ્રધાન સુશિલ કુમાર શિંદેને ગૌરવ પૂરસ્કાર આપતો ગુજરાતી સમાજ, બીજા રાજ્યમાં કેટલા ગુજરાતી લોકો ?

મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ અને સોલાપર ગુજરાતી મિત્ર મંડળ આયોજીત ભારત ગૌરવ પુરસ્કાર તથા મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ સોલાપુર ખાતે યોજાયો હતો. 18 સપ્ટેમ્બર 2022ના રવિવારે મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ તરફથી ભારત ગૌરવ પુરસ્કાર સુશીલ કુમાર શિંદેને સોલાપુર સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો.

પૂર્વ મુખ્ય પ્રધાન સુશિલ કુમાર શિંદેને ગૌરવ પૂરસ્કાર આપતો ગુજરાતી સમાજ, બીજા રાજ્યમાં કેટલા ગુજરાતી લોકો ?
Gujarati society honoring former Chief Minister Sushil Kumar Shinde, how many Gujarati people in other states?

સોલાપુર, 20 સપ્ટેમ્બર 2022

મહારાષ્ટ્રમાં 23 લાખ ગુજરાતી ભાષા બોલનારા છે. જેમાં મુંબઈ પછી છઠ્ઠા નંબરે સોલાપુરમાં 506 કુટુંબો ગુજરાતી વસે છે. ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતી પ્રજા વસે છે. 180 દેશોમાં ગુજરાતની 55 લાખ વસતી છે. અમેરિકાના કુલ ભારતીયોમાં 20 % ગુજરાતી છે. અમેરિકામાં 9.27 લાખ ગુજરાતીઓ વસે છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા મળીને 30 લાખ ગુજરાતીઓ વિદેશમાં છે.

 મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ અને સોલાપર ગુજરાતી મિત્ર મંડળ આયોજીત  ભારત ગૌરવ પુરસ્કાર તથા મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ સોલાપુર ખાતે યોજાયો હતો. 18 સપ્ટેમ્બર 2022ના રવિવારે મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ તરફથી ભારત ગૌરવ પુરસ્કાર સુશીલ કુમાર શિંદેને સોલાપુર સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો.

 હું આજે જે કંઈ પણ છુ, એ ફકત સોલાપુર વાસિયોના લિધે જ છું. એટલે મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ તરફથી આપવામાં આવેલા ભારત ગૌરવ પુરસ્કાર, હું સોલાપુર વાસિયોને સમર્પિત કરૂ છુ, એવું વકતવ્ય  માજી કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદે એ પુરસ્કારનો સ્વિકાર કર્યા બાદ કર્યુ હતુ.

 સુશીલ કુમાર શિંદેએ કહ્યુ હતુ કે, ગુજરાતી, મારવાડી, સિંધી સમાજ સખત મહેનતુ છે. એટલેએ દરેક ક્ષૈત્રમાં સફળ થાય છે. બહારથી આવેલા ગુજરાતીઓ સોલાપુરને પોતાની કર્મભૂમી ગણી છે. તેઓેએ પોતાના પગપર ઉભા રહીને પ્રગતિ કરી તે કૌતુક કરવા જેવી બાબ છે. સોલાપુર મિત્ર મંડળની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી 84 વરસમાં એકેયવાર ચુંટણી થયી નથી. તેથી સમાજની એટલી સરસ પ્રગતી થઈ છે.

 એમણે આગળ જણાવ્યુ કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતો ત્યારે ગુજરાતી સમાજો માટે બંધારણમાં બે ટકા આરક્ષણ મંજૂર કરેલ હતું. મારા બે જમાઈમાંથી એક કપોળ ગુજરાતી છે. બીજા એક મારવાડી છે. એટલે એ સમાજોની રહેણી કરણી કારકસરની હોય છે. તેથી બન્ને સમાજની પ્રગતી જલદ થાય છે. ઈતર સમાજે પણ આમાંથી શિખવા જેવુ છે.

 મહારાષ્ટ્રનાં નાગપુર ,ધુલિયા, જળગાંવ, મહાડ, સાંગલી, કોલ્હાપુર, શ્રીરામપૂર, ચોપડા, રોહા, ઔરંગાબાદ, જાલના, પુને, નાંદેડ, મુંબંઈથી ગુજરાતી સમાજના 50 સભ્યો ઉપસ્થિત હતા. જેમાં ડૉ. હેમરાજભાઈ શાહ પણ હતા. જિલ્લામાં મરાઠી, હિન્દી, ગુજરાતી, કન્નડ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે.

 સામજના ટ્રસ્ટી બિપીન પટેલ તથા કેશવ રાંભિયા, વિજય પટેલ, નયના  જોશી, ડૉ રાજીવ પ્રધાન, કિશોર ચંડકને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર અપાયા હતા. જે સુશીલ કુમાર શિંદે દ્વારા સન્માનિત કરાયા હતા.

 ગુજરાતીઓ ક્યાં કેટલા

ક્રમાંક રાજ્ય ગુજરાતી બોલનારા-2011

ભારતમાં 55,492,554 લોકો 4.58% ગુજરાતી છે.

1 ગુજરાત 51,958,730 85.97

2 મહારાષ્ટ્ર 2,371,743 જે  2.11 ટકા છે.

3 તમિલનાડુ 275,023

4 મધ્ય પ્રદેશ 187,211

5 દમણ અને દીવ 123,648 50.83

6 કર્ણાટક 114,616

7 રાજસ્થાન 67,490

8 દાદરા અને નગર હવેલી 73,831

9 પશ્ચિમ બંગાળ 41,371

10 આંધ્ર પ્રદેશ 58,946

11 દિલ્હી 40,613

12 છત્તીસગઢ 39,116

14 ઝારખંડ 22,109

15 જમ્મુ અને કાશ્મીર 19,261

15 ઉત્તર પ્રદેશ 15,442

15 ઓરિસ્સા 14,856

18 પંજાબ 13,531

22 હિમાચલ પ્રદેશ 10,012

34 બિહાર 8,297

16 ગોવા 6,846

17 આસામ 7,660

19 હરિયાણા 7,519

13 કેરળ 4,710

23 ઉત્તરાખંડ 3,921

24 ત્રિપુરા 1,384

25 પુડુચેરી 1,428

21 ચંદીગઢ 1,573

26 નાગાલેન્ડ 277

27 અરુણાચલ પ્રદેશ 362

28 આંદામાન અને નિકોબાર ટાપુઓ 241

29 મેઘાલય 343

30 મણિપુર 164

31 લક્ષદ્વીપ 24

32 સિક્કિમ 197

33 મિઝોરમ 59