ગુજરાત ભારતનું સ્વર્ગ નથી, 92 આંદોલનો ચાલી રહ્યાં છે, આંદોલનોનું રાજકારણ કેવું છે

ગુજરાત એક એવું રાજ્ય બની ગયું થે કે જ્યાં સમગ્ર દેશમાં સૌથી વધારે આંદોલનો ભાજપની સરકાર સામે ચાલી રહ્યાં છે. સરકારી કર્મચારીઓના 20 આંદોલનો ઉપરાંત બીજા 14 આંદોલનો અને નાના જૂથો એવા ખેડૂતોના 59 જમીન અને ઉદ્યોગો સામેના આંદોલનો ચાલે છે. આમ આખા ગુજરાતમાં કુલ 93 આંદોલનો ગુજરાતમાં ચાલી રહ્યા છે.

ગુજરાત ભારતનું સ્વર્ગ નથી, 92 આંદોલનો ચાલી રહ્યાં છે, આંદોલનોનું રાજકારણ કેવું છે
ગુજરાત એક એવું રાજ્ય બની ગયું થે કે જ્યાં સમગ્ર દેશમાં સૌથી વધારે આંદોલનો ભાજપની સરકાર સામે ચાલી રહ્યાં છે.

દિલીપ પટેલ

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2022

સરકારી કર્મચારીઓના 20 આંદોલનો ઉપરાંત બીજા 14 આંદોલનો અને નાના જૂથો એવા ખેડૂતોના 59 જમીન અને ઉદ્યોગો સામેના આંદોલનો ચાલે છે. આમ આખા ગુજરાતમાં કુલ 93 આંદોલનો ગુજરાતમાં ચાલી રહ્યા છે.

જેનો અવાજ નથી સંભળાતો એવા દેશમાં સૌથી મોટા આંદોલનો ગુજરાતમાં ચાલી રહ્યા છે. જમીનો અંગેના 59 ઘર્ષણ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. જેમાં 20,91,949 લોકોને સીધી અસર થઈ રહી છે. 1,301,281 હેક્ટર જમીન અને  2,48,267 કરોડનના ઉદ્યોગોના રોકાણને સીધી અસર થઈ રહી છે. 2021માં ધરણા, દેખાવો, ભાવો ન મળવા સામે ખેડૂતોના 305 આંદોલનો કે દેખાવો થયા હતા. જેમાં બુલેટ ટ્રેન અને સોમનાથમાં ખેડૂતોની જમીન રેલવેમાં લઈ લેવા સામે 12 ગામના આંદોલનો મહત્વના હતા. ત્રણ કાળા કાયદાના આંદોલનો હતા.

PM મોદીની મુલાકાત ઓગસ્ટમાં થઈ ત્યાર પછી ગુજરાતમાં આંદોલન સમેટવા 5 મંત્રીઓની કમિટી સપ્ટેમ્બરમાં  બની ત્યારથી આંદોલનો વધી ગયા છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલન નગરી બનેલું ગાંધીનગર પોલીસની છાવણી અને કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે.

જંતર મંતર

ગુજરાતમાં સરકારી 117 કર્મચારી મંડળો છે. જેમાં સરકાર માન્ય હવે 75 છે. મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી નવા મંડળોની માન્યતા આપવાનું 21 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. આ કર્મચારી મંડળોની સંકલન સમિતિ દ્વારા 14 ઓક્ટોબર 2022માં દિલ્હીના જંતર મંતર પર ધરણા થવાના છે.

93 આંદોલનો

ગુજરાતમાં ચાલતા 93 આંદોલનો માટે સરકાર કોઈને સાંભળવા તૈયાર નથી. જેને સાંભળે તે તે કાંતો ભાજપની છત્રછાંયા હેઠળ છે કાંતો કિસાન સંઘ જેવી ભાજપની પાંખો જેવા છે. આમ સરકાર ચૂંટણી જાહેર થાય તેના આગલા દિવસોમાં તેમની માંગણી સંતોષિ લેશે અને પછી ચૂંટણી પૂરી થયે તેની માંગણી સ્વિકારવાના વચનો આપશે. પણ વાસ્તવમાં 56 આંદોલનો એવા છે કે જેને મળવાનો કે સાંભળવાનો મંત્રી મંડળની સમિતિ પાસે સમય નથી.

ગુજરાતમાં પ્રાજા આંદોલનોનો ઉકેલવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરીને ગુજરાત સરકારને આદેશો કરવા પડ્યા છે. તે માટે એક સમિતિ બની ત્યારથી આંદોલનો વધારે થવા લાગ્યા છે. જે મોટા ભાગે ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે. ચૂંટણી સમયે આંદોલનકારીઓની સહાનૂભૂતિ મળે એવા પ્રિપેઈડ આંદોલનો છે.

મોદીએ કહ્યું ને આંદોલનો વધ્યા

મોદી આંદોલનો બંધ કરવા મંત્રીઓની સમિતિ બનાવી પછી આંદોલનો વધી ગયા છે. આમેય મોદી જ્યારે ગુજરાતમાં ભાજપના મહામંત્રી હતા ત્યારે કેશુભાઈની સરકાર સામે આંદોલનો કરાવવાની માસ્ટર ચાવી તેમણે આપી હતી.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એકાએક આંદોલનો શરૂ થયા તે પણ મોદીની સૂચના બાદ થયા છે. મોદીએ આંદોલનોના સમાધાન કરવા માટે સમિતિ બનાવવાનું કહ્યું હતું.

ભાજપની હંમેશ ચાલ રહી છે કે, ચૂંટણી પહેલાં આંદોલનો જાતે ઊભા કરાવવા. તેમને સરકાર અગાઉથી આપવા માંગતી હોય તે આપીને આંદોલન કરનારા વર્ગોને પોતાની સાથે ખેંચી લેવા. તેમાં કર્મચારીઓના આંદોલનો ખાસ શરૂ કરવામાં આવે છે. સમાધાન પણ તુરંત થઈ જાય છે.

હવાઈ મથકે મોદીની બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલે 5 મંત્રીઓની સમિતિ બનાવી હતી. જેમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પાસે ગુજસોલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સાથે લગભગ 2 કલાક સુધી બેઠક કરી હતી. આવી બેઠક થાય ત્યારે પ્રજાને કે પત્રકારોને ભાજપ જણાવતો નથી. પણ કર્મચારીઓના આંદોલન અંગે સમિતિ રચવા માટે ચર્ચા થઈ હોવાનું પત્રકારોને સામેથી કહેવામાં આવ્યું હતું.

આંદોલનો શરૂ થયા અને તેની સાથે ચર્ચા કરી તે અંગે કોઈ વિગતો જાહેર થઈ નથી.

કેબીનેટ મંત્રીઓની સમિતિ

5 મંત્રીઓની કમિટી બનાવી છે, જેમાં રાજયના ગૃહ અને મહેસુલ મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી રૂષીકેશ પટેલ,શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા અને નાણા મંત્રી કનુ દેસાઇનો સમાવેશ થાય છે. આ સમિતિ જે કંઈ નક્કી કરશે તે ભાજપને ફાયદો થાય એવા નિર્ણયો લેશે.

આમ ચૂંટણી નજીક આવવાની સાથે જ સરકારી કર્મચારીઓના આંદોલનોને વેગ મળ્યો છે.  તેઓ પોતાની વિવિધ માગણીઓ મુદ્દે સરકારનું નાક દબાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આ સમિતિના જાહેરાત થતાં જ એકી સાથે 18 આંદોલનો શરૂ થયા જેમાં 15 આંદોલનોની વાત માની લેવામાં આવી અને લાખો મતદારોને રીઝવી લેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નિષ્ફળ

કોંગ્રેસ આ આંદોલનકારીઓની સાથે રહી નથી. આંદોલન મામલે કોંગ્રેસે કંઈ કર્યું નથી. આંદોલનકારીઓ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવા સિવાય કંઈ કર્યું નથી. ભપેન્દ્ર પટેલની સરકારને ધેરવાનો પ્રયત્ન પણ કર્યો નથી.

આમ આદમી પક્ષની વ્યૂહ

આમ આદમી પક્ષે આંદોલન કરવાની હવા આપી છે. તેનો ફાયદો આપને અને ભાજપને મળ્યો પણ કોંગ્રેસ લટકતી રહી ગઈ છે. રાષ્ટ્રિય નેતાઓ પણ કોઈ ધ્યાન આપતા નથી.

મહત્વના આંદોલનો

કર્મચારીઓએ પોતાની જોબ સિક્યોરિટી, કાયમી કરવાની માગણીઓ મામલે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. વન રક્ષકો અને વનપાલ પણ તેમની ગ્રેડ પે, રજાના દિવસે કામનો પગાર, પીટીએ, ભરતી-બઢતીનો રેશિયો, નોકરીનો સમયગાળો નક્કી કરવો સહિતની માગણીઓ રહી છે. સરકારી વર્ગ-4ના કર્મચારીઓ પણ તેમની 14 જેટલી માગણીઓ રહી છે.

પેન્શનનો મુદ્દો ન સ્વિકાર્યો

સરકારી શાળાઓમાં શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી પડયા હતા. ગાંધીનગરના જૂના સચિવાલયમાં પણ કર્મચારીઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા. મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પણ જૂની પેન્શન યોજના ફરી ચાલું કરવા આંદોલન છે.

પંચાયતના વિલેજ કમ્પ્લેયર સહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલન કરી રહ્યા છે.

મોટું આંદોલન

વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, LRD મહિલા ઉમેદવારો મેદાને, કોન્ટ્રાક્ટ આધારિત 12 લાખ કર્મચારીઓનો વિરોધ, ST અને બોર્ડ નિગમના કર્મચારીઓનો વિરોધ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ

93 આંદોલનો કયા અને શા માટે ?

1 ચીટ ફંડ સામે આંદોલન

2 સહારાના 8 હજાર કરોડના કૌભાંડ સામે આંદોલન

3 સૈનિક આંદોન - ગુજરાતમાં માજી સૈનિકોનું આંદોલન : એક નિવૃત્ત આર્મી જવાનના મોતથી સૈનિકોમાં ભારે રોષ, હોર્ડિગ્સ તોડી નોંધાવ્યો ભારે વિરોધ છે. માજી સૈનિકોનું આંદોલન પૂર્વ સૈનિકો પોતાની પડતર માગણીઓ પર અડગ જોવા મળી રહ્યા છે. તેમણે મેડલ પરત કરવા રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે.

4. શિક્ષકોનું OPS આંદોલન

5. પોલીસકર્મીઓનું ગ્રેડ પે આંદોલન

6. વનરક્ષકોનું આંદોલન - રાજ્યમાં જંગલ ખાતામાં વન રક્ષક અને વનપાલ તરીકે મોટી સંખ્યામાં નાના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. તેમને હાલ મામુલી વેતન મળતું હોવાથી જેની સામે કામગીરી જેટલું સન્માનજનક વળતરરૂપી પગાર મળે તે માટે સામુહિક રીતે આ વર્ગના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે.  વનરક્ષક ગ્રેડ પે આપવા માંગ, રાજાના દિવસનો પગાર આપવા માગ, ડ્યુટીના કલાકો નક્કી કરવા માગ કરાઇ રહી છે.  ઘણા મહિનાઓથી તેઓ મગાણીઓ કરી રહ્યા છે પરંતુ તેમની માગણીઓનું કોઈ નિરાકરણ આવતું ન હતું. વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન થયા જેમાં માંગણીઓ સંતોષી લેવામાં આવી હતી.

7. કિસાન આંદોલન - કિસાન સંઘ

ભાજપની પાંખ ભારતીય કિસાન સંઘનું આંદોલન છે. ખેડૂતોએ તો સમાન વીજદર સહિતના પ્રશ્નો ન ઉકેલાતા હવે મુખ્યમંત્રી અને મંત્રીઓના બંગલાની બહાર ધરણાનું આયોજન કર્યું છે.

8. આંગણવાડી મહિલ કાર્યકર આંદોલન હતું. આંગણવાડી કાર્યકરોનો ઉપયોગ ભાજપ પોતાની મત બેંક અને ભીડ ભેગી કરવા માટે કરે છે. જેમની માંગણી સ્વિકારી લેવામાં આવી છે.

9. VCE આંદોલન

10.હોમગાર્ડના પગાર વધારા માટે આંદોલન

10. GISF પગાર વધારાનું આંદોલન

11. આઉટ્સોર્સીંગ કર્મચારીઓનું આંદોલન

12. આશા બહેનોનું આંદોલન

13. તલાટી કર્મીઓનું આંદોલન

14. શિક્ષણ મહાસંગઠનું આંદોલન

15. બેરોજગાર ઉમેદવારોનું આંદોલન

16. મોંઘવારી વિરોધ આંદોલન

17. માલધારી આંદોલન

18. PASS નું આંદોલન

19. અનામતનું આંદોલન

20. અનામત બચાવો આંદોલન

21. પેપર કૌભાંડ સામે આંદોલન

22. એસ ટી બસ કંડક્ટરોનું આંદોલન સમેટાયું છે.

23. ખરાબ રસ્તા માટે આંદોલન

24. ગૌચર માટે આંદોલન

25. આદિવાસીઓના હક માટે આંદોલન

26. સમગ્ર શિક્ષા ના કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન

27.જાતિ પ્રમાણપત્રો માટે આંદોલન

28.રહેમરાહે નોકરી માટે આંદોલન

29. પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી (MPHW/FHW, MPHWS/FHWS)  ટેક્નિલ ગણવા માટે આંદોલન.

30. કોર્ટ કેસ વાળા મશીન મંગલમ નરેગા ડીસ્મુ ગ્રામ સેવકો વિસ્તરણ અધિકારીઓ કે જેઓ કોર્ટ આધારિત રક્ષિત છે તેઓની માંગણી નું આંદોલન.

31. વિદ્યાસાહયક ભરતી આંદોલન

32. ટેટ પરીક્ષા માટેનું આંદોલન

33. તલાટી ભરતી આંદોલન

34 માજી સૈનિકોનું આંદોલન

59 જમીન અને ઉદ્યોગો સામેના આંદોલનો ચાલે છે.

93 આંદોલનો ગુજરાતમાં ચાલી રહ્યા છે.

ખરા અર્થમાં સરકાર જો ન્યાય કરવા માંગતી હોય તો આ 59 આંદોલનો માટે ન્યાય કરવો જોઈએ. કારણ કે તેઓ નાના જુથોમાં આંદોલનો કરી રહ્યાં છે. જેમને સાંભળવાનો સમય પણ સરકાર પાસે નથી. તેમના ઓછા મતો છે. તેથી સરકાર મતને ખેતી કરવા માંગતી નથી.

તેમ છતાં 59 ચાલુ સંઘર્ષોમાં 20 લાખ 92 હજાર લોકો અસરગ્રસ્ત છે. તેઓ ધારે તો 10 ધારાસભ્યોને હરાવી શકે તેમ છે. તેમની કુલ 13 લાખ હેક્ટર જમીન અસરગ્રસ્ત છે. ઉદ્યોગોનું કે બીજું રૂ.2 લાખ 50 હજાર કરોડનું રોકાણ પ્રભાવિત થાય છે. ખરેખર તો સાચા પ્રશ્નો તો આ જૂથોના છે. પણ તેમના માટે પ્રધાનોની 5 સભ્યોની સમિતિ કામ કરવા તૈયાર નથી.

આ 59 આંદોલનો પૈકિ કેટલાંક આ રહ્યાં ................

દસ વર્ષ પછી, માલધારીઓ ગુજરાતના ચરણકા, પાટણમાં ચરણકા સોલાર પાર્ક માટે સંપાદિત જમીન માટે વળતરની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતમાં કાઠવાડા પંચાયતનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાઠવાડામાં સમાવેશ કરવાનો વિરોધ.

ગુજરાતના ડોસવાડામાં આદિવાસી સમુદાયો ઝીંક પ્લાન્ટનો વિરોધ કરે છે, પોલીસ સાથે ઘર્ષણ, ડોસવાડા, તાપી.

ગુજરાતના બનાસકાંઠામાં 80 દલિત પરિવારો સામાજિક, આર્થિક બહિષ્કારનો સામનો કરે છે; 14 બુક, પાલનપુર તાલુકામાં નાલાસર ગામ.

ગુજરાતના જેસડા ગામ, રાપર તાલુકામાં દલિત સહકારીને ફાળવવામાં આવેલી જમીન ઉપર ઉચ્ચ જાતિના ખેડૂતો કથિત રીતે અતિક્રમણ કરે છે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ દલિત મહિલા ખેડૂતોને ધોળકા તાલુકામાં આવેલા વૌઠા ગામથી બહાર કાઢવાની ધમકી આપવામાં આવી છે.

ગુજરાતના ગામમાં, ઉચ્ચ જાતિના રહેવાસીઓ ગટરના પાણીથી દલિત કબ્રસ્તાન, વંથલ ગામ, વિરમગામ તાલુકામાં પૂર આવે છે.

ગુજરાતના વડોદરાના 7 ગામો શહેરની મર્યાદામાં સૂચિત, રહેવાસીઓએ મૂવનો વિરોધ કર્યો, બિલ, વડોદરા.

ટ્રમ્પની ગુજરાત અમદાવાદ મુલાકાત પહેલા 45 ઝૂંપડપટ્ટી પરિવારોને ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી.

ગુજરાતના બન્ની ગ્રાસલેન્ડ્સમાં પશુપાલન સમુદાય, સમુદાયના વન અધિકારો બન્નીને માન્યતા આપતા શીર્ષકોની માંગ કરે છે.

સુરતના ખેડૂતોએ સંમતિ વિના ગુજરાતની વિકાસ યોજનામાં ફરીથી સમાવિષ્ટ ફળદ્રુપ જમીનનો દાવો કર્યો છે.

ગુજરાતના વેપારીઓ દ્વારા ગાંધીધામમાં રેલીનું આયોજન, જમીન માલિકીના નિયમોમાં છૂટછાટની માંગ ગાંધીધામ.

ગુજરાતના ભાવનગર જિલ્લા મહુવામાં ફળદ્રુપ જમીન પર લાઈમસ્ટોન માઈનીંગનો ખેડૂતો વિરોધ કરે છે.

ગુજરાતના વડોદરાના રહેવાસીઓ મકાનો તોડી પાડ્યા બાદ પુનર્વસનની રાહ જોઈ રહ્યા છે, વડોદરા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બહિષ્કાર, કેવડિયા, વગડિયા, નવાગામ, લીંબડી, ગોરા, કોળી, નર્મદાથી પ્રભાવિત ખેડૂતો.

ગુજરાત ઓલપાડમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટનો રહેવાસીઓએ વિરોધ કર્યો.

FRA બોડીએ ગુજરાતના ડાંગ જિલ્લા, નીમપાડા, ડાંગના રહેવાસીઓના વન અધિકારના દાવાઓને નકારી કાઢ્યા.

અંકલેશ્વરમાં, કાર્યકર્તાઓ પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું ઉલ્લંઘન કરવા માટે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને બંધ કરવાની માંગણી કરે છે.

ગુજરાત સરકાર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન માટે ડેડલાઈન ચૂકી ગઈ, પ્રોજેક્ટ્સ અટવાયેલા, ધોલેરા.

એએમસીએ અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને ઈવિક્શન સામેના વિરોધને પગલે પુનર્વસન પૂરું પાડ્યું, અમદાવાદ.

ગુજરાત, અમદાવાદમાં સરખેજ-ધોલેરા હાઇવે જમીન સંપાદન માટે ખેડૂતો વધુ વળતરની માંગ કરે છે.

ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા વિસ્થાપિત થયેલા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ પુનર્વસનની રાહ જોઈ રહ્યા છે, અમદાવાદ

ગુજરાતમાં અદાણીના મુન્દ્રા પોર્ટને સરકારની મંજૂરી, મેન્ગ્રોવ્સ, જોખમમાં આજીવિકા, મુન્દ્રા, કચ્છ મળે છે.

ગુજરાતમાં, 2002ના રમખાણોથી અસરગ્રસ્ત પરિવારો, અમદાવાદના મકાનો માટે માલિકીના ટાઇટલની રાહ જોવાનું ચાલુ રાખે છે.

મુન્દ્રા પાવર પ્લાન્ટ, મુન્દ્રા, કચ્છ, સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત માછીમારોની અપીલ

સ્થાનિક, લોરિયા, કચ્છના હુમલા બાદ શીખ ખેડૂતોએ જમીન વેચી, ગુજરાતની બહાર ગયા.

ગુજરાતના ખેડૂતો જ્વેલરી પાર્ક, ઈચ્છાપોર, સુરત માટે સંપાદિત જમીનની પુનઃ ફાળવણીની માંગ કરે છે.

ગુજરાતમાં, રાજુલા જાફરાબાદમાં મીઠાના ઉત્પાદન માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પરત કરવાની ખેડૂતોની માંગ.

ગુજરાતના 2,754 ગામો ચરાઈ જમીન વગરના, રહેવાસીઓએ રાજ્ય હડિયોલ, દેવભૂમિ દ્વારકા દ્વારા બળજબરીપૂર્વક સંપાદન કરવાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાતના ખેડૂતોએ જેટ્રોફાની ખેતી માટે ગૌચરની જમીનના ઉપયોગનો વિરોધ કર્યો, અનવરપુરા, પાટણમાં.