ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જે રીતે આક્રમકતાથી આગળ વધી રહ્યાં છે તે જોતા ભાજપમાં ભય જોવા મળી રહ્યો છે. 100 ટકા બેઠકો જીતવાની વાત હતી હવે બે તૃત્યાંશ બેઠકો જીતવાની વાત આવીને ઊભી છે.

ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?

દિલીપ પટેલ, અમદાવાદ 13 સપ્ટેમ્બર 2022

પાટીલ 182 સીટો - બે ત્રૃતિયાંસ બહુમતિથી સરકાર બનાવીશું. એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપનો ભય દેખાવા લાગ્યો છે.

2020માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, 2020માં ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતશે. ત્યારે ભારે વિરોધ થયો હતો.

ભાજપ 2022માં તમામ 182 બેઠકો જીતી જાય તો પણ મને નવાઈ નહીં લાગે. મને વિશ્વાસ છે કે ભાજપ 175 બેઠકો ચોક્કસ જીતશે. આ નિવેદન એક છાપામાં છપાયું ત્યારે તેની સામે પાટીલે વાંધો લીધો અને ફરિયાદ કરી હતી. તેઓ કહેવા માંગતા હતા કે 182 બેઠકો જીતશે.

પણ હવે અમિત શાહે 13 સપ્ટેમ્બર 2022માં કહ્યું હતું કે, બે તૃત્યાંશ ધારાસભ્યો સાથે જંગી બહમતિથી ચૂંટાશે.

આમ પાટીલ અને અમિત શાહની વચ્ચે ધારાસભ્યો કેટલા ચૂંટાશે તે અંગે ભેદભાવ છે. જૂથવાદના સીધા દર્શન આ નિવેદનો વચ્ચે વાંચી શકાય છે.

બીજો અર્થ એવો નિકળે છે કે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જે રીતે આક્રમકતાથી આગળ વધી રહ્યાં છે તે જોતા ભાજપમાં ભય જોવા મળી રહ્યો છે. 100 ટકા બેઠકો જીતવાની વાત હતી હવે બે તૃત્યાંશ બેઠકો જીતવાની વાત આવીને ઊભી છે.

જુથવાદથી અમિત ડગી ગયા હોય એવું લાગી રહ્યું છે. આમ આદમી પક્ષનો પગપેરસારો ગુજરાતમાં થયો છે તે ભાજપને ખરાબ સ્થિતીમાં મૂકી દીધો છે.  

અમિત શાહે બરાબર ડિસેમ્બર 2020માં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ બે તૃત્યાંશ ધારાસભ્યો સાથે સરકાર બનાવશે તેની હું ખાતરી આપું છું. આવું જ 5 વર્ષ પહેલાં ગુજરાતમાં 2017માં અમિત શાહે કહ્યું હતું કે, 182 ધારાસભ્યોમાંથી 150 ધારાસભ્યો અમારા પક્ષના હશે. પણ તેઓ તેમાં ખોટા સાબિત થયા હતા. તેમણે કહ્યું તેનાથી 50 ટકા ઓછા ધારાસભ્યો ચૂંટાયા હતા. 99 ધારાસભ્યો આવ્યા તો ભાજપના વડોદરા અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો ભાજપ સામે ફુંફાડા મારવા લાગ્યા હતા. તેથી 13 ધારાસભ્યોને ભાજપમાં પક્ષાંતર કરાવીને લાવવા પડ્યા જેમાં કરોડો રૂપિયા ખર્ચ કરવું પડ્યું હતું.

ફરી એક વખત 2022માં ભાજપના નેતા અમિત શાહની કસોટી છે. અગાઉની કસોટીમાં તેઓ નિષ્ફળ રહ્યાં તેથી મોદી તેમને ગુજરાતથી દૂર રાખવા માંગતા હતા. પણ પાટીલ અને પટેલની નિષ્ફળતા પછી ફરી એક વખત શાહ ગુજરાતના યુદ્ધ મેદાવમાં આવી ગયા છે. નિવેદન કરવું પડ્યું છે કે ગુજરાતમાં ભાજપના બે તૃત્યાંશ ધારાસભ્યો ચૂંટાશે અને સરકાર ભાજપની બનશે. આ વખતે તેમણે 150 ધારાસભ્યો ગુજરાતમાં આવશે એવું નથી કહ્યું. પણ પશ્ચિમ બંગાળ જેવું નબળું નિવેદન કરીને પાટીલને પરેશાન કરવાનું કામ પાર પાડ્યું છે.

ગુજરાતમાં શાહે ચૂપચાપ ગુજરાત આવીને પોતાના માણસ એવા વિજય રૂપાણી સાથે ગુપ્ત રૂપે બેઠક કરીને કહેવું પડ્યું હતું કે રાજીનામું આપી દો. ત્યારથી શાહ નારાજ છે. સી આર પાટીલ ગુજરાતને સંભાળવામાં સાવ નિષ્ફળ રહ્યા હોવાથી મોદીએ વધારાની જવાબદાર અમિત શાહને આપી છે.

 અમિત શાહે બનાવેલી સરકાર આખરે નિષ્ફળ રહેતાં રાજીનામું આપવાની ફરજ શાહના યશ મેન રૂપાણીને પડી હતી. તે શાહ ભૂલવા માંગતા નથી.

અમિત શાહ પોતાના પોપટ રૂપાણીને બેસાડીને દિલ્હી ગયા પણ ગુજરાતમાં શાહની નીતિ નિષ્ફળ રહી હતી. ચંદ્રકાંત પાટીલ હવે અમિત શાહની જગ્યા લઈ રહ્યાં હતા. ત્યાં પાટીલની તબિયત સારી ન હોવાથી તેઓ પ્રવાસ કરી શકતા નથી. તેથી અમિત શાહને મોરચો સંભાળવો પડ્યો છે.

અમિત શાહના સ્થાને ગુજરાતના તમામ રાજકિય નિર્ણયો લેવાની સત્તા ચંદ્રકાંત પાટીલને આપવામાં આવી હતી.  પાટીલ હંમેશ અમિત શાહને વિરોધી રહ્યાં છે. તેમણે પોતાની ફેસ બુક પર શાહની એક પણ પોસ્ટ મૂકી ન હતી,  જ્યાં સુધી તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યાં સુધી. હવે પાટીલની પડતી શરૂ થઈ છે.

અમિત શાહને ખબર પણ ન હતી કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ આવી રહ્યાં છે. તેમની સીધી નિમણુંક દિલ્હીથી મોદીએ કરી હતી. રૂપાણીને ખસેડવાનો નિર્ણય પણ દિલ્હીનો હતો. ગુજરાતના પ્રભારી નિયુક્ત કરવા અને ગુજરાત બહારથી સંગઠન મહામંત્રી બનાવવાનો નિર્ણય પણ દિલ્હીનો હતો. અમિત શાહનો નહીં. મોદીનો નિર્ણય હતો. હવે મોદીએ શાહને મેદાનમાં ઉતારવા પડ્યા છે.

અમિત શાહનું ગુજરાતમાં રાજકાણ ખતમ થઈ રહ્યું હતું. ત્યાં પાટીલની નિષ્ફળતાએ ફરી શાહને રાજકિય જીવતદાન આપ્યું છે. ગુજરાતમાં અમિત શાહનો યુગ લગભગ પૂરો થવા આવ્યો હતો. અમિત શાહ કેટલાંક ક્ષેત્રે તોડફોડ કરીને સફળ રહ્યાં છે. પણ તેમની નિષ્ફળતા પારવાર છે. છતાં પાટીલની નિષ્ફળતાએ શાહને યુદ્ધના મોરચે ઉતારવા પડ્યા છે.

શાહ 2017માં વિધાનસભાની 150 બેઠકો લાવવા માંગતા હતા. પણ 99 લાવ્યા તે તેની મોટી નિષ્ફળતાં હતી. છતાં અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ત્યારે બનવા માંગતા હતા. રૂપાણીના સ્થાને તેઓ મુખ્ય પ્રધાન બનવા માંગતા હતા. પણ મોદીએ તેને બનવા ન દીધા. હવે બાજી ફરી એક વખત હાથમાં લીધી છે.

 આનંદીબેન પટેલને ઉથવાવી નાંખવા માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ અધિકારીઓને લાઠીચાર્જ કરવાની સૂચના પણ અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી. ત્યારથી તેમને ગુજરાતની બહાર રાખવાનું મોદીએ નક્કી કર્યું હતું.

 મોદી તેમને સારી રીતે ઓળખે છે. તેથી મોદીએ તેમને ક્યારેય સ્વતંત્ર ખાતું કે જવાબદારી આપી નથી. કોઈ પણ હોદ્દા પર શાહ હોય પણ તે મોદીની જ નીતિનો અમલ કરે છે. મોદીની નીતિ અને મોદીના ગુપ્ત ઓપરેશનો પાર પાડવામાં જ તેનો ઉપયોગ આજ સુધી થતો આવ્યો છે. હવે ફરી એક વખત તેમને ગુજરાતમાં લાવવા પડ્યા છે.

 હાલ તેઓ ભલે કેન્દ્રીય ગૃહ પ્રધાન હોય પણ તેઓ માત્ર દેખાવના ગૃહ પ્રધાન છે. ગૃહ વિભાગના નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે નથી. મોદીના માણસ અજીત ડોભાલ જ નિર્ણય લઈ રહ્યાં છે. ખરા ગૃહ પ્રધાન તો મોદી અને ડોભાલ છે. પણ ગુજરાતમાં પાટીલ જૂથને બાજુ પર રાખીને કેજરીવાલ સામે લડવાની તૈયારી સોંપી છે.

 ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા માંગતા હતા. જેમાં તેઓ સફળ થયા નહીં. મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યોને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી શાહની પડતી હતી.

 જેલમાંથી છૂટ્યા પછી જ્યારે અદાલતે ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો પછી તેઓ દિલ્હી રહેવા લાગ્યા હતા. ત્યારથી તેમની રાજકીય છબિ ખરાબ થઈ ગઈ હતી.

 અમિત શાહે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. આનંદીબેનના સમર્થકો કે વિશ્વાસુ કર્મચારી કે-અધિકારીઓને શાહે તગેડી મૂકીને ભાજપમાં જૂથવાદ ઊભો કર્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ રૂપાણીને બનાવીને પોતે જ પક્ષમાં પોતાનું જૂથ ઊભું કરી દીધું હતું. રૂપાણીને વાહન વ્યવહાર પ્રધાન બનાવીને સરકારનું કામ ભાજપની કટેરીએથી કરવા લાગ્યા હતા. સરકારની જાહેરાતો તેઓ પક્ષના કાર્યાલયથી શરૂ કરીને જૂથવાદ વકરાવ્યો હતો.

 સંગઠનમાં અને સરકારના બોર્ડ નિગમમાં પોતાના જૂથના લોકોને મૂક્વા માંડ્યા હતા.

 પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે, અમિત શાહ નિષ્ફળ રાજકીય મેનેજર છે.

 અમિત શાહ ગુજરાતની મુલાકાતે વારંવાર આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2014થી કેન્દ્ર સરકારમાં અને રાજનીતિમાં રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સક્રિય તથા કાર્યરત્ થયા છે.

 શું અમિત શાહ ભાજપના સૌથી શક્તિશાળી

 ભાજપના ચાણક્ય અને રાજકારણના શહેનશાહ  અમિત શાહની સફળતા પાછળ તેમણે આપેલા યોગદાન- બલિદાનનો મહત્વનો ફાળો છે.

 ભાજપના આંતરિક વર્તુળોનું માનવું છે કે અમિત શાહે પક્ષના કાર્યકરોની કામ કરવાની રીત જ સંપૂર્ણપણે બદલી નાંખી. તેમનામાં આક્રમકતા સાથે ટાર્ગેટપ્રાપ્તિની ક્ષમતા શાહને કારણે આવી.

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2014થી કેન્દ્ર સરકારમાં અને રાજનીતિમાં રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સક્રિય તથા કાર્યરત્ થયા છે.

 ગુજરાતની રાજનીતિમાં આજે પણ મોદી-શાહની સતત હાજરી અને સક્રિયતા આખરે શું સંકેત આપે છે? એનો શું અર્થ કાઢવો? આ પણ એક સવાલ છે.

 ગુજરાતના શાસનમાં મોદી-શાહને હજું પણ ધ્યાન આપવું પડે એવી હાલત છે.