અનિલ અંબાણી રિલાયન્સ કેપીલટની કિંમત શૂન્ય થઇ, દેના બેંકનું દેવું ભારે પડ્યું

લોનની ચુકવણી ન થવાના કારણે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરની કિંમત શૂન્ય થઈ ગઈ છે. રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની છે. હાલમાં આમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, સાથે જ તમામ શેર ડીમેટમાંથી ડેબિટ કરી દેવામાં આવ્યા છે.

અનિલ અંબાણી રિલાયન્સ કેપીલટની કિંમત શૂન્ય થઇ, દેના બેંકનું દેવું ભારે પડ્યું

અનિલ અંબાણીની એક કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ શેરની કિંમત ઝીરો થઇ ગઇ છે. શેરબજારમાં આ કંપનીનું ટ્રેડીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અનિલની કંપનીઓ દેવામાં ડુબેલી છે.

લોનની ચુકવણી ન થવાના કારણે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરની કિંમત શૂન્ય થઈ ગઈ છે. રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની છે. હાલમાં આમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છેસાથે જ તમામ શેર ડીમેટમાંથી ડેબિટ કરી દેવામાં આવ્યા છે.

 રિલાયન્સ કેપિટલમાં પબ્લિક શેરહોલ્ડિંગ 94 ટકાથી થી વધુ હતું. આનો સીધો અર્થ એ થયો કે રિટેલ રોકાણકારો તેમાં વધુ હતા અને તેમને સૌથી વધુ નુકસાન પણ થયું હતું. RBIએ રિલાયન્સ કેપિટલ સામે NCLT દાખલ કરી હતી. રિલાયન્સ કેપિટલને નાદાર જાહેર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

 રિલાયન્સ કેપિટલ ગ્રાહકોને ફાઇનાન્સ સંબંધિત સેવાઓ પ્રદાન કરતી હતી. મિડ કેપ-50નો હિસ્સો રહેલી આ કંપની  લાઇફજનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલી સેવા આપતી હતી.આ સિવાય રિલાયન્સ કેપિટલ કોમર્શિયલહોમ ફાઇનાન્સઇક્વિટી અને કોમોડિટી બ્રોકિંગ જેવા ક્ષેત્રોમાં પણ સેવાઓ આપી છે. આ શેરોની કિંમત શૂન્ય થઈ ગયા બાદ રોકાણકારો પરેશાન થઇ ગયા છે.

 રિલાયન્સ કેપિટલ લાંબા સમયથી દેવામાં ફસાયેલી છે. બુધવારેએક સમિતિએ કંપનીની રિઝોલ્યુશન પ્રક્રિયાની સમીક્ષા કરી. ઇન્ડસઇન્ડ બેંકઓકટ્રી કેપિટલ અને ટોરેન્ટ ગ્રૂપ સહિતની છ કંપનીઓએ રિલાયન્સ ગ્રૂપની આ કંપનીને હસ્તગત કરવા માટે બિડ કરી હતીઆ પ્રક્રિયા 29 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ ગઈ છે. રિલાયન્સ કેપિટલ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીના ધિરાણકર્તાઓની 18મી બેઠક મુંબઈમાં યોજાઈ હતી.

 રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગના શેરમાં પણ ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કંપની  પણ Insolvency and Bankruptcy Code,હેઠળ નાદારીની પ્રક્રિયામાંથી પણ પસાર થઈ રહી છે. આ કારણોસરઆ શેર વધારાના સર્વેલન્સ મેઝર (ASM) માં મૂકવામાં આવ્યા છે. ASMમાં આવ્યા પછીઆ શેરમાં ટ્રેડિંગ અઠવાડિયામાં માત્ર એક જ વાર થઈ શકે છે.

 પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ કંપનીએ ફેબ્રુઆરી 2017માં દેના બેંકમાંથી 250 કરોડની ટૂંકા ગાળાની લોન લીધી હતી. તે માટે હજુ સુધી ચૂકવણી કરવામાં આવી નથી. જેથી અંબાણીની મુસીબતોમાં વધારો થાય તેવી સંભાવના છે.

 250 કરોડની લોન પરત ચૂકવવાના કેસમાં સમન્સ

દેના બેંકમાંથી 2017માં લોન લેવામાં આવી હતી. પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિ.એ ફેબ્રુઆરી 2017માં દેના બેંક પાસેથી રૂ. 250 કરોડની ટૂંકા ગાળાની લોન લીધી હતી. પરંતુ, 4 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ લોન ભરપાઈ થઈ નથી. વારંવારની લેખિત સૂચના છતાં આ લોન ભરપાઈ કરવામાં આવી ન હતી.

 બેંક ઓફ બરોડા તરફથી રિલાયન્સ કોમ્યુનિકેશન અને અનિલ અંબાણી સામે વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાએ માંગ કરી છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડઅનિલ ધીરુભાઈ અંબાણી અને પુનીત ગર્ગ સામે વોરંટ જારી કરવામાં આવેજ્યારે સુરેશ રંગાચરમણિકાંત વિશ્વનાથનવિશ્વનાથ ડી અને જયવંત પ્રભુને ફરીથી સમન્સ મોકલવામાં આવે.

 જાન્યુઆરી 2017ના રોજરિલાયન્સ કોમ્યુનિકેશને રૂ. 250 કરોડની ટૂંકા ગાળાની લોનની મંજૂરી માટે દેના બેન્કને અરજી કરી હતી. બાદમાં ફેબ્રુઆરી 2017માં દેના બેંકે લોન મંજૂર કરી હતી. તે ડિફોલ્ટના કિસ્સામાં કંપનીની અસ્કયામતો અથવા વધારાના રોકડ પ્રવાહમાંથી ચુકવણીની પણ મંજૂરી આપે છે. જો કેદેના બેંકે સમય વીતી જવા છતાં લોન ન ચૂકવવા બદલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ખાતાઓને 31 ડિસેમ્બર, 2017 ના રોજ અધિનિયમ અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર ચૂકવણીના પરિણામે બિન-કાર્યક્ષમ સંપત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

 સપ્ટેમ્બર 2018માંદેના બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ વિરુદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138, 141 અને 142 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જો કેદેના બેંકને 2019 માં બેંક ઓફ બરોડા સાથે મર્જ કરવામાં આવી હતી. મર્જર પછીબેંક ઓફ બરોડાએ પાવર ઓફ એટર્નીનો અમલ કર્યો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડઅનિલ ધીરજલાલ અંબાણીપુનીત ગર્ગસુરેશ રંગાચરમણિકાંત વિશ્વનાથનવિશ્વનાથ ડી અને જયવંત પ્રભુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકેઆ લોન રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ચૂકવવામાં આવી ન હતી.

 આ મામલો બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની કોર્ટ નંબર 58માં પેન્ડિંગ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.વાય. વાઘે આ કેસમાં અનિલ અંબાણી અને અન્ય છ લોકોને 30 ઓગસ્ટે સમન્સ મોકલવાનો આદેશ આપ્યો છે.