પ્રાકૃતિક જંગલો અને જૈવવિવિધતાના વિનાશ વચ્ચે મોદીએ ચિત્તા પ્રોજેક્ટ શરૂ કર્યો

પ્રાકૃતિક જંગલો અને જૈવવિવિધતાના વિનાશ વચ્ચે મોદીએ ચિત્તા પ્રોજેક્ટ શરૂ કર્યો. 2014-19 વચ્ચેના પાંચ વર્ષના ગાળામાં પ્રાથમિક વનનું નુકસાન 120,000 હેક્ટરથી વધુ હતું. જે 2009 થી 2013માં કોંગ્રેસના સમયમાં થયેલા આવા નુકસાન કરતા લગભગ 36% વધુ છે.

પ્રાકૃતિક જંગલો અને જૈવવિવિધતાના વિનાશ વચ્ચે મોદીએ ચિત્તા પ્રોજેક્ટ શરૂ કર્યો
પ્રાકૃતિક જંગલો અને જૈવવિવિધતાના વિનાશ વચ્ચે મોદીએ ચિત્તા પ્રોજેક્ટ શરૂ કર્યો

દિલીપ પટેલ  

અમદાવાદ, સપ્ટેમ્બર 20, 2022

 ભારત સરકારના નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના અધ્યક્ષ અને સભ્યોને કરેલી રજૂઆતમાંવડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ ચિતા એ એક નોંધપાત્ર પગલું હોઈ શકે છે, પરંતુ ભારતમાં વન્યજીવોના રહેઠાણો અને જૈવવિવિધતાને ભૂલી ગયા છે. ખાસ કરીને ગુજરાત મોડેલ ચિત્તામાં ભૂલાઈ ગયું છે. મોદીના 8 વર્ષમાં અગાઉની સરકારો કરતાં 35 ટકા જંગલો વધારે સાફ થયા છે. જેમાં ગુજરાતના મોદીના 13 વર્ષના શાસનને ગણવામાં આવે તો આ આંકડો વધે તેમ છે.

 દેશમાં કુદરતી જંગલો પ્રત્યે સત્તાધિશોને નફરત છે. પ્રોજેક્ટ ચિતા, જેના હેઠળ સાત દાયકા પહેલા લુપ્ત થઈ ગયા પછી દેશમાં ચિત્તાને ફરીથી વિદેશથી લાવવામાં આવ્યા છે પણ દેશના જંગલો સાફ થાય એ રીતે ઉદ્યોગોને મંજૂરીઓ આપવામાં આવી રહી છે. તેના માટે ગુજરાત મોડેલ ઉત્તમ ઉદાહરણ છે.

 આપણા વન્યજીવોના રહેઠાણો અને જૈવવિવિધતાને પર્યાપ્ત રીતે સુરક્ષિત રાખવા માટે સત્તાવાળાઓની ઈચ્છાનો સ્પષ્ટ અભાવ દેશમાં છે.

 કુદરતી જંગલોના ઝડપથી ઘટતા વિસ્તારો; વિવિધ વિકાસ પ્રોજેક્ટના નામે કાયદાકીય રીતે સંરક્ષિત વન્યજીવ અભયારણ્યમાં પણ જંગલની જમીન ખાલી થઈ રહી છે. ઘટતા જંગલોના કારણે માનવ-વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વધી રહી છે.

 ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોમાં જંગલની જમીનમાં બાવળ જેવી વિદેશી પ્રજાતિઓનું સતત વાવેતર થાય છે. જેથી કરીને ગ્રીન કવર સેટેલાઇટથી જાણી શકે.

 કેન્દ્ર સરકાર જંગલ વિસ્તારમાં ઉદ્યોગો, બંદરો, ટેલિફોન, મોબાઈલ ફોન, પાવર લાઈનો, પાવર પ્રોજેક્ટ, ખાણકામ, રેલ્વે લાઈનો અને રસ્તા વગેરે જેવા પ્રોજેક્ટ માટે સતત મંજૂરીઓ આપી રહી છે.

 જંગલની જમીનો અને વન્યજીવ અભયારણ્યમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ દ્વારા મંજૂર કરાયેલા મોટી સંખ્યામાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તે આપણી કુદરતી સંપત્તિ પ્રત્યે સરકારની ઉદાસીનતા પુરવાર કરી રહી છે. વન્યજીવ અભયારણ્યોની અંદર પણ મોટી સંખ્યામાં પ્રોજેક્ટને મંજૂરી આપવાની પ્રથા જંગલોના લુપ્ત થવા તરફ દોરી રહી છે.

મોદીના મુખ્ય સેવક

2014-19 વચ્ચેના પાંચ વર્ષના ગાળામાં પ્રાથમિક વનનું નુકસાન 120,000 હેક્ટરથી વધુ હતું.

જે 2009 થી 2013માં કોંગ્રેસના સમયમાં થયેલા આવા નુકસાન કરતા લગભગ 36% વધુ છે.

 મોદીના સમયમાં ભારતના સંરક્ષિત વિસ્તારો અને ઈકો-સેન્સિટિવ વિસ્તારોમાં 500 થી વધુ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ દ્વારા જૂન 2014 અને મે 2018 વચ્ચે મંજૂરી આપવામાં આવી હતી.

 આઝાદી પછી મોદીના સમયમાં વિનાશ વધુ થયો છે. રાજકારણીઓના સામાન્ય વલણને વન્યજીવન અને વન્યજીવોના રહેઠાણો પ્રત્યેના તિરસ્કારની સરહદ તરીકે જોવામાં આવે છે. આવા કમનસીબ અવિશ્વાસને બદલવા માટે વ્યાપક પ્રયાસની જરૂર છે.

 રાષ્ટ્રીય વન નીતિના 33% જમીન વિસ્તારને જંગલો અને વૃક્ષોથી આવરી લેવાના લક્ષ્યાંક સામે, વર્તમાન પરિસ્થિતિ માત્ર 23% છે. તે પણ વૃક્ષારોપણના વૃક્ષો અને વિદેશી પ્રજાતિઓ દ્વારા આવરી લેવામાં આવેલી જમીનના વિશાળ વિસ્તારોના સમાવેશને કારણે છે.

કુદરતી જંગલો પ્રત્યે નફરત દર્શાવતી રાજકારણીઓની માનસિકતા દર્શાવે છે. આ સંદર્ભમાં, ઘણા વન્યજીવ સંરક્ષણવાદીઓ પ્રોજેક્ટ ચિતા વિશે તેમની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

 વન્યજીવ સંરક્ષણવાદીઓ ચિત્તા પ્રોજેક્ટને - તમાશા - તરીકે પણ ગણે છે, જાહેર નાણાનો બગાડ છે. જે રીતે ગુજરાતમાં મોદીએ ચિત્તા આયાત કરીને કરોડો રૂપિયા બરબાદ કરી દીધા હતા. અંતે ચિત્તા 2014 સુધીમાં મૃત્યુ પામ્યા હતા.

 જ્યાં સુધી રાષ્ટ્રીય વન નીતિના 33% વન આવરણને નહીં વળગી રહેવાય ત્યાં સુધી બધા પ્રોજેક્ટ નકામા છે. જો આમ ન કરવામાં આવે તો, વન્યજીવોના રહેઠાણોને પર્યાપ્ત રીતે સુરક્ષિત કરવાની શક્યતા ઓછી છે.

 ગુજરાત મોડેલ

 19 ગામની ગૌચરની જમીન અદાણીને આપી

 ગુજરાતમાં અદાણી ને  સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર અને જંગલની જમીનો આપી છે. મુંદરા તાલુકાના 8 ગામોની કુલ 1575.81 હેકટર જંગલવિસ્તરની જમીનો અદાણીને આપી છે.

 કોસ્ટલ રેગ્યુલેશનનો ભંગ અહીં થયો છે. આ જમીનો આપવી એ 1980 ના જંગલ સરક્ષણ કાયદાની વિરોધ છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ નો પણ ભંગ થાય છે. 2006ના ફોટેસ્ટ રાઈટ એક્ટ મુજબ સ્થાયીય જંગલ વિસ્તાર ઉપર  જેતે  ગ્રામ પંચાયતના અને ગ્રામસભા નો અધિકાર છે તેમજ આ વિસ્તારના સ્થાનીય લોકોના હક્કો સેટલ કરવા કાયદાની દ્રષ્ટિએ જરૂરી છે.

 ફોરેસ્ટ જમીનો 1576.81 હેકટર અદાણીને આપવામાં આવેલી જમીનો આજે પણ એમ જ ફાજલ પડી રહી છે. મુંદરા તાલુકાના 58 ગામના ખેડૂતોની જમીન અદાણી 2009માં સંપાદન કારેલી હતી.

 અદાણી પોર્ટમાં 2013માં કેન્દ્ર સરકારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તેમજ માછીમારોને તેમજ પર્યાવરણને અદાણી નુકશાન કરેલ છે. તેના માટે 200 કરોડ સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા આદેશ કરેલો. ભાજપની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 2016માં માફ કરી નાખ્યા. પોર્ટ અને SEZ પ્રોજેક્ટે મેંગ્રૃવ્ઝનું નિકંદન કાઢવા બદલ પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનું જાહેર થયું હતું.

 એક બંદર પર પ્રતિબંધ

 વર્યાવરણ નિષ્ણાત સુનિતા નારાયણે કહ્યું હતું કે, અહીં પર્યાવણરણને મોટું નુકસાન કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 2013માં પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું હતું કે, મુંદ્રામાં ચેરના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. કચ્છના દરિયામાં જ અત્યારે માછલી મળે છે. હવે તે પણ પ્રદુષણના કારણે મળતી બંધ થઈ જશે. જેના પર પાંચ લાખ કુટુંબો નભે છે તે હવે બંદર અને જહાજભાંગલાના વાડાથી ખતમ થઈ જશે.

 ગુજરાતમાં 457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્રકારના મૃદુકાય, 27 પ્રકારના ઝીંગા, 30 પ્રકારના કરચલા, 200 પ્રકારની માછલી, 8 પ્રકારનાદરિયાઇ કાચબા, 94 પ્રકારના પાણીના પક્ષીઓ, 78 પ્રકારનાં જમીનના પક્ષીઓ છે. જીવતું સ્વર્ગ મિનિટોમાં ખતમ થઈ શકે છે.

 ભારતના કૂલ 27 સિંગલ મૂરિંગ પોઇંટ પૈકી 11 માત્ર કચ્છના અખાતમાં છે. એટલે કે 41%. 2019ના 12 મહિનામાં ભારતની ક્રૂડ ઓઇલની આયાત 212.4 મિલિયન ટન થઈ હતી. તેના 50 ટકા એટલે કે 106 મિલિયન ટન કચ્છના અખાતમાં આયાત થાય છે. જેમાં રિલાયંસ મુખ્ય છે. માલવાહક જહાજમાં અકસ્માતના કારણે ઓઇલ પ્રસરવાની શકયતા વધુ રહે છે. જો મોટા પ્રમાણમાં ઓઈલ ઢોળાય તો કરોડો જિવો થોડી મિનિટોમાં જ ખતમ થઈ શકે છે.

 અકસ્માતે દરિયામાં ઓઇલ ઢોળાય તો શું થાય, 7350 વર્ગ કિલોમિટરમાં કચ્છનો અખાત છે. જે 20થી 60 મીટર ઉંડું પાણી ધરાવે છે. તેની લંબાઈ 170 કિલો મીરટ છે. પહોળીઈ મુખ પાસે 75 કિલોમીટર છે. કંડલા, મુંદ્રા જેવા બંદરો આવેલા છે, જયાંથી ભારતના કૂલ આયાતના 74 ટકા કાચાતેલની આયાત થાય છે.

 રિલાયન્સ તથા એસ્સાર

 રિલાયન્સ તથા એસ્સાર કંપનીની રિફાયનરી કચ્છના અખાતમાં ઓઈલ ઉતારે છે અને મોકલે છે. આ ઓઈલ ઢોળાય કે પાણીમાં પ્રદુષણ થાય તો કચ્છના અખાતમાં મેન્ગ્રુવ અને પરવાળાના બેટ પણ આવેલા છે, તેની જૈવિક સંપદાનો નાશ થઈ શકે છે. તેની જવાબદારી ભારતીય તટરક્ષક દળને નોડેલ એજેન્સીની છે.

 મોટા ઉદ્યોગો

 રિલાયન્સ, એસ્સાર, અદાણી, એલ એન્ડ ટી, સૈલ, હજીરા, એક્સલ, નિરમા, આઈ.પી.સી.અલે. શીપબકે્રીંગ જવેી માટેી કંપનીઓ દરિયાકીનારા પર પોતના ઉદ્યોગો શરૂ કર્યા છે.