22 ફિલ્મ કલાકારો મોદીને છેતરી ગયા કે મોદીએ તેમને છેતર્યા? રોકાણના નામે પ્રજાની છેતરપીંડી

રાજ્ય સરકારે ફિલ્મ સિટી સ્થાપવા માટે 10 લોકેશન શોધી વાયબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણના વાયદા મેળવ્યા હતા. 3 હજાર કરોડનું એક એવા 22 ખાસ ફિલ્મી ઝોન બનવાના હતા. કંઈ ન થયું.

22 ફિલ્મ કલાકારો મોદીને છેતરી ગયા કે મોદીએ તેમને છેતર્યા? રોકાણના નામે પ્રજાની છેતરપીંડી

ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2022

નરેન્દ્ર મોદી ગુજરાતમાં 12 વર્ષ મુખ્ય પ્રધાન રહ્યાં ત્યાં સુધીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે 60 હજાર કરોડનું મૂડી રોકાણ કરવાના વાયદા 22 ફિલ્મ કલાકારો અને નિર્માતાઓએ કર્યાં હતા. જેમાં કોઈએ રોકાણ ન કરીને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલ ખોલી નાંખી છે. રાજ્ય સરકારે ફિલ્મ સિટી સ્થાપવા માટે 10 લોકેશન શોધી વાયબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણના વાયદા મેળવ્યા હતા. 3 હજાર કરોડનું એક એવા 22 ખાસ ફિલ્મી ઝોન બનવાના હતા. કંઈ ન થયું.

મોદીના રાજમાં ગુજરાતમાં આવેલા ફિલ્મી લોકોમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સની લિયોની, અજય દેવગણ, અનુપમ ખેર, અક્ષયકુમાર, સંજય દત્ત, પરેશ રાવલ, જેકી શ્રોફ, રવિના ટંડન, શત્રુધ્નસિંહા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, પ્રિતી ઝિંટા, મોડેલ સર્લિન ચોપરા, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, વિવેક ઓબેરોય, જ્હોન અબ્રાહમ હતા. 22 લોકો મોદીને મળીને મુંબઈ ગયા પછી ફરી તેઓ ક્યારેય રોકાણ કરવા આવ્યા નથી. આ 22 લોકોએ મોદીના બાઈબ્રંગ ગ્લોબલ ગુજરાતની પોલ ખોલી નાંખી છે. અભિનેતાઓ ખરેખર અભિનેતા સાબિત થયા છે.

અભિનેતાઓ ગુજરાતમાં આવીને 22 સ્પેશ્યલ એન્ટરટેઇનમેન્ટ ઝોન બનાવવાના કરારો કરીને ગયા હતા. એક પણ બન્યું નથી. 22 સ્પેશિયલ એન્ટરટેઈનમેન્ટ ઝોન ઉમરગામ, સાપુતારા, નળ સરોવર, અલિયા બેટ, સરકેશ્વર, માધવુપરા, શિવરાજપુર, માંડવી, કપરાડા, સુવાલી, ઓખામઢી, તિથલ, નારગોલ, માલિયા, મિયાણી, ઓડેદર, પિંગલેશ્વર, ગોપનાથ, ચાંચ, ભાવિની, ધોધાકુડા અને દેવાંડી. આ તમામ 22 પ્રોજેક્ટ્સનું બાળમરણ થયું છે.

નવ વર્ષમાં એક પણ એન્ટરટેઇનમેન્ટ ઝોન બની શક્યો નથી.

મહાનાયક અમિતાબ બચ્ચન પાછળ ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા મોદીએ ખર્ચીને પોતાની પ્રસિદ્ધિ તો લીધી પણ લોકોને કોઈ ફાયદો કરાવી શક્યા નથી. પણ ટીવી અને અખબારો અને વેબસાઈટના માલિકોને જાહેર ખબરો આપીને મોદી પોતાના પ્રસિદ્ધિ કરી છે. અમિતાભ જાહેરાતોમાં કહેતાં હતા કે, કચ્છ નહી દેખાતો કુછ નહિ દેખા. મીઠાનું રણ જોવા માટે પ્રવાસી પાસેથી પ્રવેશ ફી પેટે 100 રૂપિયા લેવાય છે.

અમિતાભ બચ્ચનને ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી પાસે ખરીદેલી જમીનમાં બે મલ્ટીસ્ટોરિયેડ 30 માળના ટાવર ઉભા કરવામાં આવાના હતા. તે પણ થયા નથી.

ખુશ્બુ ગુજરાત કી નામનું એડ કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ વિડીયો અને ઓડિયો શ્રેણીમાં તેમણે રાજ્યના પ્રવાસન સ્થળોનો પ્રચાર શરૂ કર્યો હતો. દરમ્યાન તેમણે ગિફ્ટની નજીક આવેલા શાહપુરમાં અમિતાભ બચ્ચને 2011માં 23619 ચોરસમીટર જમીન સાત કરોડ રૂપિયામાં ખરીદ કરી હતી.

ભલે ફિલ્મ સિટી ન બની પણ સની લિયોન શુટીંગ કરવા આવે છે ત્યારે આઉટડોર શુટીંગ કરીને જતી રહે છે. તેરા ઇન્તઝારફિલ્મનું શૂટિંગ માટે સની લિયોન અને અરબાઝ ખાન આવીને 14 દિવસ કચ્છમાં રોકાઈને શૂટિંગ કર્યું હતું. ત્યારે તેમણે અમિતાભ બચ્ચનની જાહેરાતો યાદી આવી હશે.

વિરમ ગમારાની આ પ્રોપર્ટી 6.95 કરોડ રૂપિયા આપીને મુંબઇના રાજેશ યાદવના નામે પાવર ઓપ એટર્ની દ્વારા ખરીદવામાં આવી હતી. 23મી નવેમ્બર 2011માં તેનું રજીસ્ટ્રેશન થયું છે. ગમારાને મુંબઇમાં અમિતાભ બચ્ચના ઘરે આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

અમિતાભ બચ્ચને જ્યારે જમીન લીધી ત્યારે તેમણે આ જમીનને બિનખેતી કરાવી હતી અને ફાઇવસ્ટાર હોટલના નિર્માણની જાહેરાત પણ કરી હતી. તે બની નથી.

આ પ્રોપર્ટીની કિંમત હાલના બજારભાવ પ્રમાણે 70 કરોડ રૂપિયાની આસપાસ છે. ગિફ્ટ સિટીના નિયમો પ્રમાણે 50 ટકા વિસ્તાર ગિફ્ટ સિટી શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા લેવી જોઈતી હતી. તે લેવાઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.  

અમિતાભ બચ્ચનનો ઉપયોગ મોદીએ પોતાની પ્રસિદ્ધિ માટે કર્યો છે.  ડઝનબંધ ફિલ્મસ્ટારો મોદી સરકાર સાથે સમજૂતી કરાર કરી મૂડીરોકાણના વચનો આપ્યા હતા. આજદિન સુધી એક પણ ફિલ્મ સિટી તો બની નહીં. પરંતુ ફિલ્મ સ્ટુડિયો  ઉભો થઇ શક્યો નથી.

મુંબઇ જેવું બોલીવુડ ગુજરાતમાં ઉભું કરવાના સપનાં મોદીએ ગુજરાતની પ્રજાને બતાવ્યા હતા. પણ, ફિલ્મ ઉદ્યોગ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં જતો રહ્યો છે. રાજ્ય સરકારે ફિલ્મ સિટી સ્થાપવા માટે 10 લોકેશન શોધી વાયબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણના વાયદા મેળવ્યા હતા. પ્રવાસન વિભાગે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનની જેમ 22 જેટલા સ્પેશ્યલ એન્ટરટેઇનમેન્ટ ઝોન રચવાનો નિર્ણય કર્યો હતો. કંઈ થયું નથી.

કચ્છમાં ફિલ્મસ્ટાર સંજય દત્ત અને તેમના એનઆરઆઇ મિત્ર પરેશ ઘેલાણી હોલીવુડના યુનિવર્સલ સ્ટુડિયો જેવી ફિલ્મ સિટી બનાવવા તૈયાર હતા. તેમણે 1000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત પણ કરી હતી. જેકી શ્રોફ અમદાવાદ અને નળ સરોવરના વિસ્તારમાં 500 કરોડના ખર્ચે ફિલ્મ સ્ટુડિયો બનાવવાના હતા. તેમણે જગ્યા પણ પસંદ કરી હતી તેમ છતાં આ પ્રોજેક્ટ હજી અદ્ધરતાલ છે.

મુંબઇ બેઝ ફિલ્મ પ્રોડ્યુસર મિહીર ભૂતા અને પરેશ રાવલ પણ જોડાયેલા હતા. દક્ષિણ ગુજરાતમાં 500 કરોડની ફિલ્મ સિટી બનાવવાનું વચન મોદીને આપીને ગયા હતા. તેમણે પણ રોકાણ કર્યું નથી. હોલીવુડના નિર્માતા લૂલા કચ્છના લોકેશનમાં ફિલ્મ સિટી તેમજ સ્ટુડિયો ઉભો કરવાના વચનો આપ્યાં હતા. ફિલ્મસ્ટાર અને ભાજપના પૂર્વ સાંસદ શત્રુધ્ન સિંહાએ સ્ટુડિયો માટે કચ્છની પસંદગી કરી હતી. તેમણે અલિયા બેટમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી.

ફિલ્મ નિર્માતા ઇંદર કુમાર અને તેમના પાર્ટનર અશોક ઠાકરિયા વડોદરામાં ફિલ્મ શૂટીંગ માટે સ્ટુડિયો, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું કહીને ગયા હતા. વડોદરામાં સાગર ગ્રુપ 35 એકર જમીનમાં ફિલ્મ એકેડેમી તેમજ સ્ટુડિયો બનાવવાના હતા. ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ મોટ્ટ મેકડોનાલ્ડ અલીયાબેટ વિસ્તારમાં 789 કરોડના ખર્ચે ગોલ્ફકોર્સ અને ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી આમ છતાં આ પ્રોજેક્ટ આવી શક્યા નથી.

 ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ફિલ્મ હસ્તીઓને મળવા માટે મુંબઈથી મોકલવા માટે એક એજન્સી કામ કરતી હતી.

ગુજરાતને મુંબઇની જેમ બીજું બોલિવુડ બનાવવામાં આવશે તેવું મોદીએ ગુજરાતની પ્રજાને છેતરી છે. ફિલ્મિ હસ્તીઓ ગુજરાતને છેતરી ગયા છે. મોદીએ ફલ્મિ કલાકારોનો ઉપયોગ કરી લીધો છે. ટીવી અને સમાચાર પત્રોના માલિકો અને પત્રકારો આ સમાચારો છાપીને મોદીને મદદ કરીને પોતે લાભ લઈ રહ્યાં હતા.

અજય દેવગણ અને તેમના રિયલ એસ્ટેટના ભાગીદારે ચારણકામાં 25 મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપ્યો છે. જો કે અજય દેવગણે 500 કરોડના મૂડીરોકાણના વાયદો કર્યો હતો તે તેણે હજી સુધી પાળ્યો નથી.

દેશ પરદેશના રોકાણકારો મેળવવા માટે દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ મોદી કરતાં હતા પણ તેનાથી કોઈ મોટો ફાયદો થયો નથી. તે આ ફિલ્મી કલાકારોએ સાબિત કરી આપ્યું છે. અલબત્ત, સમિટ જેટલી ભવ્યાતિભવ્ય બહારથી દેખાતી હતી. નક્કર સાબિત થવાનું હજુ બાકી છે.

ગુજરાતી ફિલ્મો  

દેશમાં બનતી અન્ય પ્રાદેશિક ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મો પછાત રહી છે. તેને આગળ લાવવામાં મોદીને રસ ન હતો પોતાની પ્રસિદ્ધિ થાય તેમા રસ હતો. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જ ખતમ થઈ ગયો છે. કોંગ્રેસની સરકારો 1990 સુધી રહી ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો. બે-ચાર વર્ષે એકાદ ફિલ્મ સારી બની જાય છે. ગુજરાતી દર્શક ગુજરાતી ફિલ્મોથી સદંતર વિમુખ થઈ ચૂક્યો છે.

920 સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવાની વાતો નરેન્દ્ર મોદીએ 2017ની ચૂંટણીથી કરેલી હતી. પણ આજે ત્યાં એક પણ મોટો પ્રોજેક્ટ આવ્યો નથી. ગુજરાત બહારના લોકોએ ધેલારા બહારના વિસ્તારોમાં જમીનો ખરીદી છે. લોકોના અબજો રૂપિયા સલવાઈ ગયા છે.