અમદાવાદ મેટ્રોમાં 20 વર્ષનો વિલંબ, ચૂંટણી જીતવાની લાઈફ લાઈન

2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગાંધીનગરથી અમદાવાદ સુધીના આશ્રમ રોડ પર સોઈલ ટેસ્ટીંગનો ઢોંગ કરીને વિકાસના નામે મત લીધા હતા. 2012માં મેટ્રોનો પાયો નાંખીને મત લીધા હતા. 2017માં આવું જ કરાયું હતું. આ છે મોદી સરકારની 20 વર્ષની ચૂંટણી જીતવા માટેની મેટ્રો લાઈન.

અમદાવાદ મેટ્રોમાં 20 વર્ષનો વિલંબ, ચૂંટણી જીતવાની લાઈફ લાઈન
અમદાવાદ મેટ્રોમાં 20 વર્ષનો વિલંબ, ચૂંટણી જીતવાની લાઈફ લાઈન

દિલીપ પટેલ

અમદાવાદ23 સપ્ટેમ્બર 2022

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. આ અગાઉ અડધી લાઈન ગઈ ચૂંટણીમાં ખુલ્લી મુકાઈ હતી.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન માન્યાહવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કારના પૈસા આપવા પડશે. 20 વર્ષનો વિલંબ થવાના કારણે પ્રોજેક્ટનો ખર્ચ અનેક ગણો વધી ગયો છે. અડધી લાઈન 2019ની લોકસભાની ચૂંટણીમાં શરૂ થઈ હતી. એક લાઈન 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શરૂ થશે.

ગાંધીનગર સુધીની અગધી લાઈન બની શકે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં શરૂ કરે અને 2026ની વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પુરી ચાલુ થઈ જાય.

ધોલેરા સુધીની લાઈન કદાચ ક્યારેય શરૂ નહીં થઈ શકે.

2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગાંધીનગરથી અમદાવાદ સુધીના આશ્રમ રોડ પર સોઈલ ટેસ્ટીંગનો ઢોંગ કરીને વિકાસના નામે મત લીધા હતા. 2012માં મેટ્રોનો પાયો નાંખીને મત લીધા હતા. 2017માં આવું જ કરાયું હતું. આ છે મોદી સરકારની 20 વર્ષની ચૂંટણી જીતવા માટેની મેટ્રો લાઈન.

રોજના 10 લાખ મુસાફરો મુસાફરી કરે તો 2 લાખની નાની કાર મેટ્રોના ખર્ચમાંથી ખરીદી શકાય તેમ છે. મેટ્રો રેલનું કુલ ખર્ચ 20 હજાર કરોડ સુધી પહોંચવામાં છે. 

ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ચાર મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 20 વર્ષ થયાં છતાં હજુ પૂરો ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. 2019માં અડધી લાઈન શરૂ થઈ હતી. હવે એક લાઈન થોડા દિવસમાં શરૂ થવાની છે.

 

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે.

 

ચૂંટણી આવે ત્યારે પ્રોજેક્ટના સપના

17 વર્ષોમાં તો અમદાવાદધોલેરારાજકોટવડોદરાસુરતજામનગરભાવનગર અને ગાંધીનગરમાં મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી હોત. મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મનમોહન સિંહની સરકારે અમદાવાદમાં મેટ્રો રેલ માટે નાણાં અને ટેકનોલોજી આપવાની ઓફર કરી હતી. પણ તે સ્વિકારી ન હતી અને બીઆરટીએસ પ્રોજેક્ટ મોદીએ સ્વિકાર્યો હતો. ત્યારથી મેટ્રો રેલ જ્યારે ચૂંટણી આવે ત્યારે મનમાં દોડવા લાગે છે. મત ખંખેરે છે અને પછી પ્રોજેક્ટ બંધ રહે છે. મોદીના સમયમાં આ પ્રોજેક્ટમાં રૂ.200 કરોડની ખાયકી થઈ હતી.

 

એક કાર ખરીદવા જેટલું ખર્ચ

રાજ્યની નિષ્ફળ રૂપાણી સરકારને કેન્દ્રની સીધી સૂચના હતી કે મેટ્રોરેલનું કામ 2018માં પૂર્ણ થઇ જવું જોઇએ. પરંતુ અત્યાર સુધીમાં માત્ર છ કિલોમીટરની મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી છેતે પણ આનંદીબેન શરૂ કરીને ગયા હતા. 2003માં મેટ્રોરેલનો પ્રોજેક્ટ રૂ.3500 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી.

2007માં રૂ. 8000 કરોડ થઈ ગયો. 2014માં મેટ્રોરેલના પ્રોજેક્ટ રૂ.10773 કરોડ થઈ ગયો હતો. 2020માં મેટ્રો પ્રોજેક્ટનું ખર્ચ રૂ.12787 કરોડ થઈ ગયું છે. બે વર્ષમાં પુરો થાય તો રૂ.15000 કરોડ થઈ જશે.

મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવાનું વચન આપ્યું છે. જે થઈઆ શકે તેમ નથી. અમદાવાદ અને ગાંધીનદરના કરેક કુટુંબના ખિસ્સામાંથી રૂ.2 લાખની કાર ખરીદી શકાય એટલું ખર્ચ આ પ્રોજેક્ટ પાછળ થઈ જશે.

20 વર્ષનો વિલંબ થયો છતાં મોદીની આખી મેટ્રોના ઠેકાણા નથી.

અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2020 સુધીમાં પૂર્ણ કરવાનો હતો. 2022 પૂરા થવામાં છે છતાં પૂરો થયો નથી.

ભાજપનીગુજરાત સરકાર વિધાનસભામાં પ્રજાને વચન આપ્યું હતું કે2020ના અંત સુધીમાં અમદાવાદ મેટ્રોરેલનું કામ પૂર્ણ થઈ જશે. અમદાવાદની જનતાને મેટ્રોરેલમાં સફર કરવા મળશે. છતાં થયું નથી. હવે 20 વર્ષ થવા આવ્યા.

15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મનમોહસ સિંગે જ્યારે મેટ્રો માટે મોદીને કહ્યું ત્યારે મેટ્રોનો ઈન્કાર કરી દેવાયો અને બીઆરટીએસ પસંદ કરી હતી. તેથી આ પ્રોજેક્ટ 15 વર્ષના વિલંબથી ચાલી રહ્યો છે. હજું ક્યારે પૂરો થશે તે કોઈ 56 ઈંચની છાતી કાઢીને કહી શકે તેમ નથી.

વિભાગે જણાવ્યું છે કે મેટ્રોરેલના કારણે અમદાવાદના કુલ 554 પરિવારો અસરગ્રસ્ત બન્યાં છે જે પૈકી 450 પરિવારોને ઇડબલ્યુએસ ઘર અને 104 પરિવારોને વળતર આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગે આ પરિવારો માટે 45.08 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. જો કે મેટ્રોરેલમાં હજી ઘણું કામ બાકી છે અને કામગીરી ધીમી ચાલે છે.

અત્યારે માત્ર એપરલ પાર્ક થી વસ્ત્રાલ સુધીના રૂટમાં મેટ્રોરેલ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 39.25 કિલોમીટરનું અંતર મેટ્રોરેલ માટે નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 10773 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો હતો. જે બે ગણો થઈ ગયો હોઈ શકે છે. મેટ્રો રેલના ત્રણ કોચમાં 1017 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકે છે. મહત્તમ 90 કિલોમીટરની ગતિથી ટ્રેન દોડી શકશે.

 રાજ્યના શહેરી વિકાસ વિભાગે વિધાનસભામાં ધારાસભ્યોના વિવિધ પ્રશ્નોના જવાબમાં 2019માં કહ્યું છે કે અમદાવાદ મેટ્રોરેલમાં અત્યારે બાંધકામની કામગીરી ચાલી રહી છેજે પૂર્ણ થતાં હજી એક વર્ષનો સમય લાગી શકે છે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં મેટ્રોરેલ પાછળ રૂ.4228.86 કરોડનો ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું હતું.