1 લાખ કરોડમાં ફૂકી મારવા પ્લાન ::::::: 65 વર્ષની એલ.આઈ.સી. કંપની રાતો રાત ઉભી થઈ ન હતી

એલ.આઈ.સી. કંપનીની માલિકી માત્ર અને માત્ર પોતાની પરસેવાની કમાણી રોકતા પોલીસી હોલ્ડરની છે.

1 લાખ કરોડમાં ફૂકી મારવા પ્લાન  ::::::: 65 વર્ષની એલ.આઈ.સી. કંપની રાતો રાત ઉભી થઈ ન હતી
LIC SOLD - FILE PHOTO

STORY BY LINE : MR. DILIP PATEL , Gujarat , 

65 વર્ષની એલ.આઈ.સી. કંપની રાતો રાત ઉભી થઈ ન હતી. દેશમાં આજે 25 વીમા કંપની છે. એલઆઈસી પણ ખાનગી કંપની હતી. પણ દેશના હિતમાં જવાહરલાલ નહેરુએ 1956માં વીમા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એલઆઈસીનું જે રોકાણ છે તેની માલિકી કોઈ કંપનીસરકાર કે શેરહોલ્ડરની નથી. તેની માલિકી માત્ર અને માત્ર પોતાની પરસેવાની કમાણી રોકતા પોલીસી હોલ્ડરની છે.

 

1 લાખ કરોડમાં ફૂકી મારવા પ્લાન

 

એક લાખ કરોડમાં એલઆઈસી ફૂંકી મારવા મોદી એક તબક્કે તૈયાર થયા હતા. આઈ પીઓ લાવીને ખાનગીકરણની શરૂઆત કરી દીધી છે. પણ સવાલ એ છે કે હવે એલ આઈ સીનો વિમો ચોકીદાર ઉતારે એવી સ્થિતી થઈ ગઈ છે. ચોકીદારો જ ચોર થઈ ગયા હોય એવું લાગી રહ્યાં છે.

 

3 કરોડ ગુજરાતી

લાઈફ ઈન્યુરંસ કોર્પોરેશન - જીવન વીમા નિગમમાં 30 કરોડ લોકો એલ આઈ સીની વિમો લીધો છે. ગુજરાતમાથી 3 કરોડ વિમાધારકો છે. ગુજરાતમાં 403 શાખા ધરાવતી આ કંપની પાસે 450 જેટલી 5 હજાર કરોડની સંપત્તિ છે.

 

મૂલ્ય અગધું કરી નંખ્યું

2022માં એલઆઈસી રૂ.37.71 લાખ કરોડની ઇન્વેસ્ટમેન્ટ એસેટ સાથે દેશની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાંથી એક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અસ્કયામત રૂ.48.21 લાખ કરોડની છે . 2016માં LICનું મૂલ્‍ય રૂ. 15 લાખ કરોડ હતુ તે અકાએક સરકારે દ્યટાડીને રૂ.6 લાખ કરોડ કર્યું હતું. પણ વાસ્તવમાં એલઆઈસી પાસે કુલ 38 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને ઘણી મોટી ખાનગી કંપનીઓમાં હિસ્સો છે. આ મૂલ્યમાં ગુજરાતમાં એલ આસ સી સાથે 4 લાખ કરોડ મૂલ્ય આંકવામાં આવે છે.

 

મૂદી વધારી

 

એલ આઈ. સી.માં 100 કરોડની મૂડી વધારીને હમણાં જ 2500 કરોડ કરીને તેના શેર અપાયા હતા. જેમાં લોકોએ અબજો રૂપિયા ગુમાવ્યા છે. જીવન વિમા નો નફો પોલિસી ધારકને મળતો હતો તે કેન્દ્ર સરકારે બંધ કરી દીધો છે. આવા તો અનેક નિર્ણયો કેન્દ્ર સરકાર લઈ રહી છે.

LICના 3.5 ટકા શેરનું ડિસઇન્‍વેસ્‍ટિંગ કરીને રૂા. 21 હજાર કરોડ ભેગા કરવાની ગણતરી હતી.

 

ONGCમાં ખોટ

અગાઉ સરકારી કંપની ONGCનો આઇપીઓ નિષ્ફળ જાય તેવું લગાતા 1.4 લાખ કરોડ રૂપિયા રોકવા માટે LICને ફરજ પાડવામાં આવી હતી. આઈડીબીઆઈ બેન્કની હાલત કથળી ગઈ ત્યારે તેમાં પણ LICને પૈસા નાખવાની ફરજ પાડવામાં આવી હતી.

 

ભારત સૌથી મોટી વીમા કંપની એલ આઈ સીની નાણાંકીય કિંમત 2016માં 25.29 હજાર કરોડ હતી. 

 

સામાજિક કંપની

 

દેશની સૌથી મોટી રૂ.38  લાખ કરોડના રોકાણ ધરાવતી આ સંસ્થાનો જે સામાજિક ઉદેશ છેતે વેપારીકરણમાં ફેરવી નંખાયો છે. દેશનું વેપારીકરણ જે રીતે અદાણીઅંબાણી સાથે 137 ઉદ્યોગપતિઓ માટે કરવામાં આવી રહ્યું છે તેમાં સામાજિક કંપની એલ. આઈ. સી.  પણ ભોગ બની રહી છે. જીવન વીમાના વેચાણથી લોકોને સુરક્ષા છત્ર આપવું એ ઉદેશ મોદી આવ્યા બાદ બદલી નાંખીને ખાનગી લોકોને આપી દેવાની ચાલ છે. આ રોકાણ દેશના અર્થતંત્રમાંઆર્થિક વિકાસ માટે કરવું તેની સામે જોખમ છે.

નફો ગ્રાહકોને ન આપ્યો

એલઆઈસી તેના નફાનો 95 ટકા હિસ્સો હોલ્ડરને વળતર પેટે પરત કરવામાં આવતો હતો જે બંધ કરી દેવાયો છે. કેન્દ્રના પબ્લિક ઇસ્યુ થકી આ બધું જ જોખમમાં છે. ખાનગી રોકાણકારો આવશેવિદેશી રોકાણકારો આવશે. સામાજિકઉદેશના બદલે નફાખોરી થશેપ્રીમિયમની કિંમત વધશે એટલે કેટલાક વર્ગના લોકો અત્યારે વીમો ખરીદી સુરક્ષિત બને છે એ બની શકશે નહી. સામેશેરહોલ્ડર સંપત્તિમાં હિસ્સો માંગશેએલઆઈસીના રોકાણની વિચારસરણી ઉપર સવાલ ઉઠાવશે એટલે અન્ય નાણા સંસ્થાની જેમ અહી પણ નફોવ્યાજની આવકપ્રીમિયમ એકત્ર કરી નફો રળવો એવી માનસિકતા ઉભી થવાનું જોખમ છે.

 

એબીજી શીપમાં ડૂબ્યા

 

એબીજી શીપ યાર્ડ કંપનીને 23 હજાર કરોડમાં ડૂબી ગઈ છે. મોદીની માનીતી કંપનીને ડૂબતી બચાવવા માટે મોદી સરકારની સૂચનાથી બેંકોની સાથે સાથે એલઆઈસીએ પણ 136 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત અનેક નાણાકીય સંસ્થાઓએ પણ લોન આપી હતી.

 

30 હજાર દેવાદાર

30 સપ્ટેમ્બર2019 સુધીમાં કુલ 30,000 કરોડ રૂપિયાની ગ્રોસ એનપીએ છે. અહેવાલ મુજબએલઆઈસીની કુલ એનપીએ સપ્ટેમ્બર 2019 માં 6.10 ટકા રહી હતીજે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. અગાઉ એલઆઈસીએ હંમેશાં 1.5 થી 2 ટકાની ગ્રોસ એનપીએ જાળવી રાખી હતી.

 

દેવાદારો

બેંકોની જેમ અહીં પણ મોટા ડિફોલ્ટરો છે. તેમાં ડેક્કન ક્રોનિકલએસ્સાર પોર્ટગેમનઆઈએલ એન્ડ એફએસભૂષણ પાવરવીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝઆલોક ઇન્ડસ્ટ્રીઝએમ્ટ્રેક ઓટોએબીજી શિપયાર્ડયુનિટેકજીવીકે પાવર અને જીટીએલ વગેરેનો સમાવેશ થાય છે. એલઆઈસી આ કંપનીઓમાં ટર્મ લોન અને નોન-કન્વર્ટિબલ ડિબેંચર્સ (એનસીડી) દ્વારા રોકાણ કરતી હતી. એલઆઈસી પાસે કુલ 36 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને ઘણી મોટી ખાનગી કંપનીઓમાં હિસ્સો છે.

 

વાર્ષિક રૂ. 2,600 કરોડથી વધુનો નફો મેળવનાર એલઆઈસીએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે આવા ઘણા ડિફોલ્ટ કેસોમાં તેને વધારે આવવાની અપેક્ષા નથી. મોટાભાગની ખરાબ લોન પરંપરાગત વ્યવસાયથી સંબંધિત છે. કંપનીઓ પર 25,000 કરોડ રૂપિયાની ખરાબ લોન છે.

 

 

પેન્શન બિઝનેસમાં સંબંધિત કંપનીઓના રૂ.5000 કરોડ બાકી છે જ્યારે યુનિટ લિંક્ડ બિઝનેસ (યુ.એલ.પી.) સાથે જોડાયેલી કંપનીઓને રૂ.500 કરોડ ચૂકવવાના બાકી છે. આ હોવા છતાંએલઆઈસી જીવન વીમા વ્યવસાયમાં અન્ય કંપનીઓ પર પોતાનું સ્થાન જાળવી રાખે છે. મળતી માહિતી મુજબએલઆઈસી પ્રથમ વર્ષના પ્રીમિયમમાં માર્કેટ શેરના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.

 

હવે વીમાનું પ્રિમિયમ પ્રજા પર નાંખવામાં આવશે. વ્યાજ ઓછા કરશે અને વીમો આપવામાં અને વીમીનું વળતર આપવામાં ઠાગાઠૈયા કરશે.  

part 2 shortly .